કાર બની કબર! હીરાવાડીમાં બંધ પડેલી કારમાં 5 વર્ષનું બાળક ગૂંગળાતું રહ્યું અને મોત નિપજ્યું

જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમારા માટે આ સમાચાર ખૂબજ મહત્વના છે. સમાચાર અમદાવાદના હીરાવાડી વિસ્તારના છે. જ્યાં કારમાં ગૂંગળાવાથી બાળકનું મોત થયું છે. પાંચ વર્ષનું માસૂમ બાળક રમતા રમતા રસ્તા પર પડી રહેલી અજાણી કારમાં ઘૂસી ગયું. જે બાદ કારનો દરવાજો લોક થઈ જતાં બાળક કારમાંથી બહાર ન નીકળી શક્યું. માસૂમ બાળક […]

કાર બની કબર! હીરાવાડીમાં બંધ પડેલી કારમાં 5 વર્ષનું બાળક ગૂંગળાતું રહ્યું અને મોત નિપજ્યું
TV9 Webdesk12

|

Jun 07, 2019 | 8:00 AM

જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમારા માટે આ સમાચાર ખૂબજ મહત્વના છે. સમાચાર અમદાવાદના હીરાવાડી વિસ્તારના છે. જ્યાં કારમાં ગૂંગળાવાથી બાળકનું મોત થયું છે. પાંચ વર્ષનું માસૂમ બાળક રમતા રમતા રસ્તા પર પડી રહેલી અજાણી કારમાં ઘૂસી ગયું. જે બાદ કારનો દરવાજો લોક થઈ જતાં બાળક કારમાંથી બહાર ન નીકળી શક્યું. માસૂમ બાળક કારમાં રડતું રહ્યું. પણ તેનો અંતિમ અવાજ કારની બહાર ન આવી શક્યો.

આ પણ વાંચોઃ ડીઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર, અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવી ‘ઈકો ફ્રેન્ડલી’ કાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે ઘરના લોકોને પોતાના બાળકની યાદ આવી ત્યારે બહું મોડું થઈ ગયું હતું. પરિવારે બાળકની શોધખોળ કરી પણ બાળક ભાળ મળી નહીં. આખરે કોઈનું ધ્યાન જતાં કારમાં બાળક હોવાની જાણ થઈ. જે બાદ સ્થાનિક યુવકોએ કારના કાચ તોડીને બાળકને બહાર કાઢ્યું. અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તે પહેલાં જ બાળકનું મોત થઈ ગયું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati