Ahmedabad: પેટમાંથી 47 કિલોની ગાંઠ કઢાઈ, મહિલાનું વજન ઘટીને 49 કિલો થઈ ગયું!

દેવગઢ બારિયાની 56 વર્ષીય મહિલાને 18 વર્ષથી એક ગાંઠ હતી, જેનું વજન વધીને 47 કિલો થઈ ગયું હતું, ગાંઠનું વજન તેના વર્તમાન વજન કરતાં માત્ર 2 કિલો ઓછું છે, ડોક્ટરોએ આ સાથે 7 કિલો ચરબી પણ દૂર કરતાં કુલ 54 કિલો વજન શરીરમાંથી બહાર કઢાયું હતું

Ahmedabad: પેટમાંથી 47 કિલોની ગાંઠ કઢાઈ, મહિલાનું વજન ઘટીને 49 કિલો થઈ ગયું!
મહિલાના શરીરમાંથી 47 કિલોની ગાંઠ કઢાઈ
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Feb 15, 2022 | 2:28 PM

અમદાવાદની એક હોસ્પિટલ (Hospital) માં મહિલા (woman) ના શરીરમાંથી અધધ કહી શકાય તેટલી 47 કિલોની ગાંઠ (lump) કાઢી છે. દેવગઢ બારિયાની 56 વર્ષીય મહિલાને 18 વર્ષથી એક ગાંઠ હતી. જેનું વજન વધીને 47 કિલો થઈ ગયું હતું. ગાંઠનું વજન તેના વર્તમાન શરીરના વજન કરતાં માત્ર 2 કિલો ઓછું છે. ડોક્ટરોએ આ સાથે 7 કિલો ચરબી પણ દૂર કરતાં કુલ 54 કિલો વજન શરીરમાંથી બહાર કઢાયું હતું.

તબીબે જણાવ્યું કે અમે સર્જરી (Surgery) પહેલાં દર્દીનું વજન કરી શક્યા નહોતા કારણ કે તે સીધી ઊભી રહી શકતી ન હતી. પરંતુ ઓપરેશન પછી, તેણીનું વજન 49 કિલો હતું. આ મહિલાના શરિરમાંથી જે વજર દૂર કરાયું છે કે તેના વાસ્તવિક વજન કરતાં વધુ છે. આવું ભાગ્યે જ બને છે

મહિલાના મોટા પુત્રએ એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તે છેલ્લા 18 વર્ષથી ટ્યુમર સાથે જીવતાં હતાં. શરૂઆતમાં, તે આટલું મોટું નહોતું. તે પેટના ભાગમાં અચાનક વજનમાં વધારો શરૂ થયો હતો. શરૂઆતમાં આ ગેસ્ટ્રિક તકલીફને કારણે થયું હોવાનું વિચારીને પહેલા કેટલીક આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી. પછી, 2004માં સોનોગ્રાફીમાં તે ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું.

તે જ વર્ષે પરિવાર સર્જરી માટે ગયો હતો. જો કે, જ્યારે ડૉક્ટરે જોયું કે ગાંઠ ફેફસાં, કિડની, આંતરડા વગેરે સહિત તમામ આંતરિક અવયવો સાથે જોડાયેલી છે, ત્યારે તેણે સર્જરીને ખૂબ જોખમી ગણાવી અને તેને ના પાડી દીધી હતી.

વર્ષોથી તેઓએ ઘણા ડોકટરોની સલાહ લીધી, જેમાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. છેલ્લે તો મારી માતા સતત પીડામાં રહેતાં હતાં. તે પથારીમાંથી નીચે ઊતરવામાં પણ અસમર્થ હતાં. અમે ફરીથી ડોકટરોની સલાહ લીધી અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમં દાખલ કરાયાં હતાં.

સર્જરી ખુબ જ જોખમી હતીઃ તબીબ

તબીબે જણાવ્યું હતું કે સર્જરી ઘણી બધી બાબતોમાં જોખમી હતી. તેના તમામ આંતરિક અવયવો ખસી ગયાં હતાં. પેટની દિવાલમાં મોટી થયેલી ગાંઠને કારણે હૃદય, ફેફસાં, કિડની, ગર્ભાશય વગેરે બાજુમાં ધકેલાઈ ગયાં હતાં. આમ, આયોજન વિના સર્જરી કરવી શક્ય ન હતી. ગાંઠનું કદ સીટી સ્કેન મશીનની મર્યાદા કરતાં મોટું હતું. અમારે એક ટેકનિશિયન લાવવો પડ્યો જેણે મશીનની નીચલી પ્લેટ બદલી નાખી જેથી અમે સ્કેન મેળવી શકીએ. તેમણે ઉમેર્યું હતું કે તેના તીવ્ર કદને લીધે, ગાંઠનું મૂળ શોધવાનું અશક્ય હતું.

એક અઠવાડીયું ઓબ્ઝર્વેશન બાદ સર્જરી કરાઈ

રક્તવાહિનીઓ સંકોચાઈ જવાને કારણે મહિલાનું બ્લડપ્રેશર વધી ગયું હતું. ઓપરેશનના એક અઠવાડિયા પહેલા તેણીને ખાસ દવા અને સારવાર આપવામાં આવી હતી. ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ચાર સર્જન સહિત આઠ ડોક્ટરોની ટીમ સામેલ હતી.

રાજ્યની સૌથી મોટી ગાંઠની સર્જરી

ટીમના એક ઓન્કો-સર્જને જણાવ્યું હતું કે ભારતમાં, નવી દિલ્હીના રહેવાસીના 54 કિલો વજનની અંડાશયની ગાંઠમાંથી છુટકારો મેળવવાનો સૌથી મોટો વિક્રમ છે. તેમણે કહ્યું કે આ ફાઇબ્રોઇડ્સ છે જે પ્રજનન વયની ઘણી સ્ત્રીઓમાં સામાન્ય છે. પરંતુ તેના જેવા દુર્લભ કિસ્સાઓમાં, તે આટલું મોટું થાય છે. આમ, અમે કેટલાક વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે જેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ગુજરાતમાં અને કદાચ ભારતમાં જીવંત દર્દીમાંથી નોંધાયેલી સૌથી મોટી ગાંઠો પૈકીની એક હોઈ શકે છે.

મહિલાએ કહ્યું કે હવે સામાન્ય જીંદગી જીવી શકીશ

શસ્ત્રક્રિયા બાદ એક પખવાડિયાની સારવાર બાદ સોમવારે રજા મેળવનાર દર્દી માટે, સામાન્ય જીવનમાં પાછા ફરવું એ સૌથી મોટી ભેટ છે. મહિલાએ જણાવ્યું કે હું વર્ષોથી શાંતિથી સુઈ શકી નથી અને અને સીધી રીતે ચાલી શકી નથી. હવે મને આશા છે કું હું ફરીથી સામાન્ય જિંદગી જીવી શકીશ. (સૌજન્ય TOI)

આ પણ વાંચોઃ વેલેન્ટાઇન ડેના દિવસે 8 વર્ષથી વિખુટા પડેલા પતિ-પત્નીનું મિલન, પત્ની ભાવુક થઇ રડી પડી, જુઓ દ્રશ્યો

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati