અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન

  • Publish Date - 3:36 pm, Mon, 26 October 20
અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોના સંક્રમણને પગલે 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી લૉકડાઉન

અમદાવાદના રાણીપમાં પંચશીલ સંકુલ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. રાધાસ્વામી રોડ પર પંચશીલ સંકુલ વિસ્તારના સ્થાનિકો અને ખાનગી સંસ્થાએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં 15 દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે. એક મહિનામાં કોરોના સંક્રમણે જોર પકડતા સ્થાનિકોમાં ભય પણ ફેલાયો છે. જેથી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લૉકડાઉનમાં જોડાઈ છે. આ વિસ્તારમાં સવારે 6થી 9.30 સુધી દુકાનો શરૂ રાખવા અપીલ કરાઈ છે. 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી આ લૉકડાઉન અમલી રહેશે. સ્થાનિકોનું લોકડાઉન બાબતે શું માનવું છે જુઓ આ વીડિયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati