અમદાવાદના પિરાણા-પીપળજ રોડ નજીક ગુલાબનગરમાં આવેલી ફેક્ટરીમાં ગુંગળામણના કારણે બે લોકોના મોત થયા છે. ફેકટરીમાં બે લોકો ટાંકી સાફ કરતા બેભાન થયા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. બંનેને બહાર કાઢયા બાદ બંનેના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો