સરદાર પટેલ સ્ટેડીયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની સફળતા બાદ હવે, ડ્રાઈવ ઈનમાં સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન

ડ્રાઈવ ઈન સિનેમા ખાતે સવારે 9થી સાંજના પાંચ વાગ્યા સુધી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની ( Drive Through Vaccination ) કામગીરી હાથ ધરાશે. 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોનાની રસી વિના મૂલ્યે આપવામાં આવશે.

સરદાર પટેલ સ્ટેડીયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની સફળતા બાદ હવે, ડ્રાઈવ ઈનમાં સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન
10 મે 2021થી અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ
Bipin Prajapati

|

May 09, 2021 | 11:19 PM

અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શરૂ કરાયેલ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ( Drive Through Vaccination ) કાર્યક્રમને ભારે સફળતા મળ્યા બાદ, હવે ડ્રાઈવ ઈન સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો કાર્યક્રમ હાથ ધરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સામાજીક સેવાભાવી સંસ્થાના ઉપક્રમે, અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ગઈકાલ 8મી મે ને શનિવારથી, ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાયો હતો. સવાર અને સાંજ એમ બે સમયે 45 વર્ષથી મોટી ઉમરના લોકોને કોરોનાની વેક્સિન આપવાના કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમ સફળ સાબિત થતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સામાજીક સેવાભાવી સંસ્થાએ ડ્રાઈવઈન સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યુ છે.

ડ્રાઈવ ઈન સિનેમા ખાતે સવારે 9થી સાંજના પાંચ વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોનાની રસી વિના મૂલ્યે આપવામાં આવશે. ડ્રાઈવ ઈન સિનેમા ખાતે શરુ કરાયેલ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં સ્થળ ઉપર જ નોંધણી કરવામાં આવશે. રસી મૂકાવવા આવનારે આધારકાર્ડ સાથે રાખવું પડશે. પોતાના વાહનમાં આવનારને, ટેક્સી- કેબ અથવા રિક્ષામાં આવનાર વ્યક્તિને વિના મુલ્યે કોરોનાની રસી આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરંગપૂરા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શરૂ કરાયેલ વેક્સિનેશનના કાર્યક્રમમાં પ્રથમ દિવસ એટલે કે 8મી મેના રોજ 45 વર્ષથી મોટી ઉમરના 1100થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati