રિક્ષાચાલકો અડગ, શું ઘટશે ભાવ? CNGના ભાવોમાં પણ ઘટાડાની માગ સાથે રિક્ષાચાલકો લડી લેવાના મૂડમાં

Ahmedabad: સરકારે પેટ્રોલ ડીઝલમાં ટેક્સમાં રાહત આપી છે. ત્યારે સરકાર સામે રિક્ષાચાલકોએ મોરચો ખોલી દીધો છે. તમની માગ છે કે CNG માં પણ ભાવ ઘટાડો કરવામાં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:47 AM

પેટ્રોલ-ડિઝલના (Petrol Disel) ભાવોમાં ઘટાડા બાદ હવે CNG ના ભાવોમાં (CNG Price) પણ ઘટાડાની માગ ઉઠી છે. અમદાવાદમાં (Ahmedabad) સતત વિરોધ કરી રહેલા રિક્ષાચાલકોએ લાભ પાંચમના દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો. અને પેટ્રોલ-ડીઝલની જેમ CNG ના ટેક્સમાં (CNG Tax) ઘટાડો કરી ભાવ પર નિયંત્રણ લાવવાની માગ કરી હતી. આ અગાઉ CNG ભાવ વધતા ભાડામાં વધારો કરવાની માગ સાથે રિક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ થતા રિક્ષાચાલાકોના પર કિલોમીટર ભાડામાં પણ આધારો કરવામાં આવ્યો હતો. જોકે હવે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે ત્યારે હવે રિક્ષાચાલકોની માગ છે કે CNG માં પણ ટેક્સ ઘટાડીને ભાવને નિયંત્રણમાં લાવવામાં આવે.

મહત્વપૂર્ણ છે કે રીક્ષાચાલકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ CNG ના ભાવ ઘટાડાની માગ કરી છે. જો CNG ના ભાવોમાં ઘટાડો નહીં થાય તો રાજ્યમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે સરકાર આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે. જો કે CNG ના ભાવ વધવાથી માત્ર રિક્ષાચાલકો જ નહીં પરંતુ મધ્યમવર્ગના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. થોડા જ દિવસોમાં વધી ગયેલો અધધધ ભાવ કંપનીઓની મનમાની દર્શાવે છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ઘાટલોડિયા વૃદ્ધ દંપત્તિ હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ, કોન્સ્ટબેલની ઉત્તમ કામગીરીને લઈ જાહેર કરાયું ઈનામ

આ પણ વાંચો: Ahmedabad: ડ્રગ્સના દુષણનો ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો, આટલા લાખના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">