અમદાવાદ બાદ સુરતમાં પણ ઝડપાયુ દારૂ ભરેલું ભોંયરૂ, બુટલેગર ફરાર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પ્રકાશમાં આવેલો વધુ એક કિસ્સો જોઇ તમે પણ ચોકી ઉઠશો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ તો દારુ છુપાવવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. સુરતના […]

અમદાવાદ બાદ સુરતમાં પણ ઝડપાયુ દારૂ ભરેલું ભોંયરૂ, બુટલેગર ફરાર
| Edited By: | Updated on: Apr 01, 2019 | 1:57 PM

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પ્રકાશમાં આવેલો વધુ એક કિસ્સો જોઇ તમે પણ ચોકી ઉઠશો.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ તો દારુ છુપાવવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી PCBની ટીમે રૂપિયા 1.54 લાખની કિંમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત PCBની ટીમે બાતમીના આધારે ખજોદગામ નજીક આવેલા કચરાના પ્લાન્ટ પાસે આવેલી ટાંકીના ભુર્ગભમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી લીધો છે.

TV9 Gujarati

 

જગ્યા જોતા એવુ લાગે કે કોઈ જંગલ હશે પણ બુટલેગરો દારૂ સંતાડવા માટે જગ્યા શોધી લેતા હોય છે. આ ઝાડીઓની વચ્ચે 1 ભોંયરૂ બનાવવામાં આવ્યું છે અને તેમાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. શહેર પોલીસની PCBની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ભુગર્ભમાંથી રૂપિયા 1.54 લાખની કિંમતનો દારુનો જથ્થો મળી આવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા.

ચૂંટણીમાં બુટલેગરો દારૂની હેરાફેરી અને દારૂ સંતાડવા માટે અવનવી તરકીબોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ કિસ્સામાં હાલ પોલીસે દારૂ અંગે હેમંત પટેલ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]