GUJARAT : વિરામ બાદ ફરી આવશે મેઘરાજાની સવારી, રાજ્યમાં આ તારીખથી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Rain Forecast in Gujarat : બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું હોવાના સંકેતો હવામાન વિભાગને મળ્યા છે, જેના આધારે રાજ્યમાં સારા વરસાદના અણસાર છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 10મી જુલાઈથી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા વધશે.

GUJARAT : વિરામ બાદ ફરી આવશે મેઘરાજાની સવારી, રાજ્યમાં આ તારીખથી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
FILE PHOTO
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 06, 2021 | 7:31 PM

AHMEDABAD : ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોવાને કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ત્યારે ગુજરાતના ખેડૂતોની નિરાશા દૂર થાય તેવી આગાહી (Rain Forecast) અમદાવાદ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને મોનસુન બ્રેક (Monsoon break) ના કારણે રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે ખેડૂતોને પાક નુક્સાનીની ચિંતા સતાવી રહી છે. ત્યારે મંગળવારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

10 જુલાઈથી મેઘરાજાનું થશે આગમન બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું હોવાના સંકેતો હવામાન વિભાગને મળ્યા છે, જેના આધારે રાજ્યમાં સારા વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાનું છે જેને કારણે પશ્ચિમ ભારતમાં સ્થિર થયેલ નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી શકયતા છે. સાથે જ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લાગેલી મોનસુન બ્રેક (Monsoon break)પણ આ સિસ્ટમને કારણે દૂર થઈ શકે તેમ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બંગાળની ખાડીમાં ઉદભવી રહેલ વરસાદી સિસ્ટમ જો અનુમાન પ્રમાણે આગળ વધશે તો નૈઋત્યના ચોમાસા માટે ફાયદાકારક થશે અને રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં મદદ મળી રહેશે.

મોનસુન બ્રેકનો સમય પુરો થશે મોનસુન બ્રેકને કારણે છેલ્લા 2 અઠવાડિયાથી ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ નથી વરસ્યો જેને કારણે રાજ્યભરના વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જો કે આ સ્થિતિ આગામી 9 જુલાઈ સુધી યથાવત રહેશે ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે.

11 મી જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થનાર હવા ના હળવા દબાણને કારણે ગુજરાતમાં મેઘરાજાની રીએન્ટ્રી થશે. જેથી હવામાન વિભાગ દ્વારા આગાહી (Rain Forecast) કરવામાં આવી છે કે 10મી જુલાઈથી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા વધશે.

આ પણ વાંચો : Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">