ગુજરાત ગેસ બાદ અદાણીનો મધ્યમ વર્ગના ગાલ પર તમાચો! ફરી વધાર્યા CNG ના ભાવ, જાણો વિગત

ગુજરાત ગેસ બાદ અદાણીએ CNG ના ભાવમાં વધારો ઝીંક્યો છે. બંને કંપનીઓ એક બાદ એક હરીફાઈની જેમ ભાવ વધારો કરી રહી છે. જેમાં મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 1:37 PM

ગુજરાત ગેસ બાદ હવે અદાણી ગેસે પણ CNG ના ભાવમાં ફરી વધારો કર્યો છે. અદાણી ગેસે CNG ના ભાવમાં 2 રૂપિયા વધાર્યા છે. સતત વધતા ગેસના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. સામાન્ય, ગરીબ અને માધ્યમ વર્ગીય માણસોના ખભે વધુ બોજ મુકવામાં આવ્યો છે. અદાણીએ CNG નો ભાવ વધારીને નવો ભાવ 64.99 રૂપિયા  કર્યો છે.

મોંઘવારીથી લોકો પહેલેથી જ ત્રસ્ત છે, ત્યાં અદાણી અને ગુજરાત ગેસ વચ્ચેની ભાવ વધારાની સ્પર્ધાના કારણે દિવાળી જેવા તહેવાર પર હોળી સર્જાઈ છે. અદાણીએ અને ગુજરાત ગેસ વારે વારે ભાવ વધારે છે. ગઈકાલે જ ગુજરાત ગેસે સીએનજીમાં રૂ. 5 નો અને પીએનજીમાં રૂ 2.50 નો વધારો કર્યો હતો. અને હવે અદાણીએ પણ ભાવ વધારતા દિવાળીના સમયે વધુ એકવાર ભાવ વધારો થતા જનતાને વધુ એકવાર માર પડ્યો છે.

ગુજરાત ગેસની વાત કરીએ તો સીએનજીમાં રૂ 5 નો વધારો થતા નવો ભાવ રૂ. 65.74 પ્રતિ કિલો થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં રૂ. 2.50 નો વધારો કરતા રૂ. 29.59 એસસીએમ થયો છે. જેમાં 15 ટકા વેટ તો અલગ ચુકવવાનો તો રહેશે જ. ત્યારે અદાણી ગેસે પણ ચૂપચાપ વધારો ઝીકી દેતા લોકોમાં રોષ ભભુક્યો છે.

 

આ પણ વાંચો: ડેન્ગ્યુને કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર સક્રીય, સૌથી વધુ અસરગ્રસ્ત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલી ઉચ્ચ સ્તરીય ટીમ

આ પણ વાંચો: Ahmedabad: સિનિયર સિટીઝન દંપતી હત્યા કેસમાં FSLની ટીમે કરી તપાસ, જાણભેદુનો હાથ હોવાની શંકા!

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">