અદાણી જૂથ, અમદાવાદ-નોઈડામાં શરુ કરશે કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન સહીત તબીબી સાધનોથી હશે સજ્જ

અદાણી જૂથ ( Adani Group ) દ્વારા આગામી ત્રણથી ચાર દિવસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવાશે. સિંગાપોર, સાઉદી અરેબિઆ, થાઇલેન્ડ અને દૂબઇમાંથી ક્રાયોજેનિક ટાંકાઓ, ઓક્સિજન કોન્સટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સની આયાત કરી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા નોઈડામાં પણ કોવિડ કેર સેન્ટર શરુ કરાશે

અદાણી જૂથ, અમદાવાદ-નોઈડામાં શરુ કરશે કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન સહીત તબીબી સાધનોથી હશે સજ્જ
અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ અદાણી વિદ્યા મંદિરને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 2:25 PM

દેશભરમાં અત્યારે કોરોનાનો હાહાકાર મચ્યો છે. કોરોનાના દર્દીઓને બચાવવા માટે સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. સરકારની સાથેસાથે ઉદ્યોગસમૂહ પણ યથાયોગ્ય મદદ કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં સરકારને કોઈને કોઈ રીતે મદદ કરતા દેશના અનેક જાણીતા ઉદ્યોગગૃહોમાં અદાણી જૂથ ( Adani Group ) પણ જોડાઈ ગયુ છે. અમદાવાદના મકરબા સ્થિત અદાણી વિદ્યામંદિરને, અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાના જીવલેણ વાયરસ સામે સંઘર્ષ કરી રહેલ રાજ્ય સરકારના અથાક પ્રયાસોમાં મદદ કરવાના હેતુથી અદાણી ગુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરુ કરશે. અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ અદાણી વિદ્યામંદિર સંકૂલને, કોવિડ-૧૯ના સામાન્ય લક્ષણો ધરાવતા પોઝીટીવ દર્દીઓને, આવશ્યક સારસંભાળ માટેની સવલત આપતા સેન્ટરમાં ફેરવી નખાશે.

અમદાવાદ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી આરોગ્ય માળખા ઉપરનું ભારણ ઘટે તે હેતુથી શરુ થનારા આ સેન્ટરમાં, પોતાના પરિવારોથી આઇસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઇસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સદસ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે, કોવિડ-૧૯નુ સંક્રમણ ફેલાવાની ગતિને ધીમી પડશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

અદાણી વિદ્યા મંદિરના કોવિડ કેર સેન્ટર મારફત અદાણી ફાઉન્ડેશન દર્દી માટે પથારીઓ, પોષણયુકત આહાર અને તબીબી સંભાળની વ્યવસ્થા પૂરી પાડશે. અદાણી કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ અને તબીબી અધિકારી બન્ને માટે રહેવા અને આરામ માટેની વ્યવસ્થા, શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાની આધુનિક સવલત, તબીબી પૂરવઠાના પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા અને તબીબી, સંદેશા વ્યવહાર અને મોનિટરીંગ સિસ્ટમ માટે એક અલાયદા રુમની વ્યવસ્થા સામેલ છે. ગુજરાત સરકાર, અમદાવાદ શહેરના વહીવટીતંત્ર અને રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા જરુરી નોંધણી, રિપોર્ટીંગ અને સલામતીના નીતિ નિયમો અંગેની જરૂરી કામગીરીમાં અદાણી ગ્રુપની ટીમ પણ મદદમાં મૂકવામાં આવશે.

“અદાણી ગૃપ, કોરોના મહામારીની અભૂતપૂર્વ સ્થિતમાં કેવી રીતે યોગદાન આપી શકે તેની જાણકારી, અદાણી ફાઉન્ડેશને મુખ્ય પ્રધાન વિજય રુપાણીને આપી હતી. અદાણી ગૃપ દ્વારા ૩-૪ દિવસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની પડકારજનક કામગીરી હાથ ધરશે. “એમ અદાણી ફાઉન્ડેશને

અદાણી ગૃપે તેના વૈશ્વિક વ્યાપારી સંબંધો અને પરિવહનના વિશાળ અનુભવનો ઉપયોગ કરીને અતિઆવશ્યક એવા ઓક્સિજનના પુરવઠા માટે ૪૦થી વધુ આઇએસઓ ક્રાયોજેનિક ટાંકાઓ, ૧૦૦થી વધુ ઓક્સિજન બેડની હોસ્પિટલને સહારો પાડવા પ્રત્યેક સક્ષમ એવા ૨૦ ઓક્સિજન પ્લાન્ટ્સ, ૧૨૦ ઓક્સિજન કોન્સટ્રેટર્સ, ૫૦૦૦ ઓક્સિજન સિલિન્ડર્સની આયાત સિંગાપોર, સાઉદી અરેબિઆ, થાઇલેન્ડ અને દૂબઇમાંથી કરી છે. ઉપરાંત ગૃપ ઓક્સિજનના નિરંતર ધોરણે રીફિલિંગ માટે ઘણી જગ્યાએ સહયોગ કરે છે.

અદાણી ગૃપ નોઇડામાં પણ આ પ્રકારનું કોવિડ કેર સેન્ટર ઉભું કરવા માટે નોઇડા સત્તામંડળ સાથે ઘનિષ્ઠ રીતે કામગીરી કરી રહ્યું છે. સમાજને પરત અર્પણ કરવાની અદાણી પરિવારની પરંપરાગત ફિલસૂફી ના ભાગરુપે કોવિડ કેર સેન્ટરની પહેલ કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી ૧૮ રાજ્યોમાં ૨૪૦૦ સ્થળોએ શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસનું અભિયાન ચલાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">