DNA ટેસ્ટના આધારે ઝડપાયો આમોદના બહુચર્ચિત દુષ્કર્મ અને હત્યાનો આરોપી, જાણો શું હતી ઘટના

ભરૂચ જિલ્લાના આમોદ શહેર નજીક 14 વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખનાર આરોપી એક મહિના બાદ પકડાયો છે. આ માટે પોલીસને ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:49 PM

ભરૂચ (Bharuch) જિલ્લાના આમોદ (Amod) તાલુકાના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી આદિવાસી બાળા (Tribal girl) ઉપર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાશ શરૂ કરી હતી.

આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા ગત તારીખ 8મી નવેમ્બરના રોજ લાકડા વીણવા માટે ગઇ હતી. બપોરના સમયે તે લાકડાનો એક ભારો લાવી તેના ઘરે નાંખી બીજો ભારો લેવા ગઇ હતી. લાંબો સમય વીતી જવા છતાં સગીરા ઘરે પાછી નહિ ફરતા તેનો પરિવાર તેને શોધવા માટે નીકળ્યો હતો દરમિયાન એક ખેતરમાંથી સગીરાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગી હતી. પોલીસે હયુમન ઇન્ટેલિજન્સની મદદથી 1 હજાર કરતાં વધારે મોબાઇલ ધારકોની તપાસ કરી હતી તેમજ 200થી વધારે લોકોની પુછપરછ કરી હતી. જેમાં પોલીસને ગામમાં જ આવેલી મજુર કોલોનીમાં રહેતાં 24 વર્ષીય વસંત પુજા રાઠોડની સંડોવણી હોવાની માહિતી મળી હતી. પોલીસે આરોપી વસંતને ઝડપી પાડી પુછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરી હતી.

આરોપી વસંતે પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, તે ગામમાં આવેલી એક દુકાન પર ગુટખા ખાવા માટે જતો હતો ત્યાંથી તેની નજર મૃતક સગીરા પર બગડી હતી. એક દિવસ મોકો જોઇ તેણે સગીરાને મોઢુ દબાવી જમીન પર પાડી દઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ વસંતે જ ગામના અન્ય લોકોની સાથે સગીરાના મૃતદેહને ઘર સુધી લાવવામાં મદદ કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ પોલીસને ગુમરાહ કરવાના અનેક પ્રયાસો કર્યા પણ તે બચી શકયો ન હતો અને હવે જેલના સળિયા ગણતો થઇ ગયો છે.

આ પણ વાંચોઃ Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

આ પણ વાંચોઃ સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">