
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.ત્યારે બનાસકાંઠામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ- ડીસા હાઈવે પર ખોરડાં નજીક અકસ્માત થયો છે. જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો મળતી માહિતી અનુસાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.
કારમાં સવાર પરિવારના સભ્યોના મોત થયું છે. ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. તો તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. તો ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ આ અગાઉ ડાંગના સાપુતારા ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.જેમાં 4 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.એક લાકડા ભરેલો ટ્રક વળાંક લઇ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. સાપુતારા ઘાટ માર્ગ પર પલટી ખાઇ ગયો હતો.અને નજીકથી પસાર થતી કાર પર પડી ગયો હતો.
જે બાદ કારનું કચ્ચરઘાણ નીકળતા તેમાં સવાર પરિવારના 5 સભ્યો પૈકી 4ના મોત નીપજ્યા હતા.અને એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. તો ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મહત્વનું છે કે ઘટના બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તો બીજી તરફ સાપુતારા-નાસિક માર્ગ પર જોરદાર ટ્રાફિક જામ સર્જાયો હતો.
તો બીજી તરફ મહેસાણામાં પણ દારુ ભરેલી કારનો અકસ્માત થયો છે. તો ઉંઝાના દાસજ ગામ પાસે અકસ્માત થયો છે. તો ડીવાઈડર સાથે કાર અથડાયા બાદ નાળામાં પડી છે. તો કારમાં સવાર બે પૈકી એકનું મોત થયું છે. તો કિશન ઠાકોર નામના વ્યક્તિનું મોત થયુ છે. તો અકસ્માત થયેલી કારમાંથી 54 હજારનો વિદેશી દારુનો જથ્થો મળ્યો છે.
( વીથ ઈનપુટ – દિનેશ ઠાકોર )
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 2:40 pm, Fri, 5 January 24