આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, શું આપતિ લાવી શકે છે સૂર્યગ્રહણ ?

આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, શું આપતિ લાવી શકે છે સૂર્યગ્રહણ ?
http://tv9gujarati.in/aavti-kale-surya…ni-shu-thse-asar/ ‎

આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જ સમયે ૬ ગ્રહો બુધ-ગુરુ-શુક્ર-શનિ-રાહુ-કેતુનું આકાશમાં હોવું તે આપત્તિનું કારણ બની શકે છે….સૂર્યગ્રહણ વખતે ચારથી વધુ ગ્રહોથી કોઇ પણ અશુભ યોગ થયો હોય ત્યારે ત્યારે તે સૂર્ય ગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઇ હોવાના અનેક પુરાવા હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે….સૂર્યગ્રહણ પહેલાના ૧૨ કલાકથી ગ્રહણની અસર શરુ થઇ જાય […]

TV9 Gujarati

|

Jun 20, 2020 | 12:14 PM

આવતીકાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ જ સમયે ૬ ગ્રહો બુધ-ગુરુ-શુક્ર-શનિ-રાહુ-કેતુનું આકાશમાં હોવું તે આપત્તિનું કારણ બની શકે છે….સૂર્યગ્રહણ વખતે ચારથી વધુ ગ્રહોથી કોઇ પણ અશુભ યોગ થયો હોય ત્યારે ત્યારે તે સૂર્ય ગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઇ હોવાના અનેક પુરાવા હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે….સૂર્યગ્રહણ પહેલાના ૧૨ કલાકથી ગ્રહણની અસર શરુ થઇ જાય છે અને તેની ગાઢ અસર લગભગ ૪૦ દિવસ અને ક્યારેક ક્યારેક ૬ મહિના સુધી જોવા મળે છે…જ્યોતિષીના જણાવ્યા અનુસાર આવતીકાલનું સૂર્યગ્રહણ અશુભ ફળ આપી શકે છે…મુખ્યત્વે અતિવૃષ્ટિ, પૂર પ્રકોપ, ભૂકંપ, વાવાઝોડા જેવી કોઇ પણ કુદરતી આપત્તિ જોવા મળી શકે છે…આ ઉપરાંત કોરોના જેવી મહામારીની રસી શોધવામાં વિલંબ થતાં મૃત્યુઆંક હજુ પણ ઊંચે જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે….

દેશ કે દુનિયાના મોટા સત્તાધિશનું એકાએક અવસાન થઇ શકે, ધ્વજ અડધી કાઠીએ થાય કે ખૂબ જ મોટો જનાક્રોશ ઉભો થાય, પદ છોડવાનો વારો આવે તેવી પણ સ્થિતિ સર્જાઇ શકે…આપણા દેશને ખૂબ જ મોટી આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે… ફરી વખત વિશ્વભરના શેર બજારોમાં કડાકો બોલાઇ શકે છે…ત્યારે આવા સંકટ સમયે યથાશક્તિ ઇશ્વરની આરાધના કરવી જોઇએ. સામૂહિક શિવ ઉપાસના, શિવ યજ્ઞા, શિવ મહામંત્ર જાર, વિષ્ણુ ઉપાસના, વિષ્ણુ યજ્ઞા, વિષ્ણુ મંત્ર જાપ તથા ગાયત્રી મંત્રનો જાપ અને સૂર્ય ઉપાસના કરીને રક્ષણ મેળવી શકાય છે….

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati