આપનું બાળક રમતિયાળ છે? નાની નાની વસ્તુઓ વારંવાર મોઢામાં નાખવાની આદત ધરાવે છે ? તો આ લેખ ખાસ વાંચો અને ચિંતાને દુર કરો

આપનું બાળક રમતિયાળ છે? નાની નાની વસ્તુઓ વારંવાર મોઢામાં નાખવાની આદત ધરાવે છે ? તો આ લેખ ખાસ વાંચો અને ચિંતાને દુર કરો
https://tv9gujarati.in/aapnu-baadak-ath…a-dur-thai-jashe/

ઘરમાં નાનું બાળક છ મહિનાથી લઈને છ વર્ષ સુધીનું હોય ત્યાં સુધી મા બાપને એક ચિંતા એ રહેતી હોય છે કે ભૂલમાં કોઈ વસ્તુ ગળી ન જાય. સામાન્ય રીતે આ નાની ઉંમરમાં બાળકને દરેક વસ્તુ નવી લાગતી હોય છે અને જ્યારે કોઈની નજર ન હોય ત્યારે ભૂલમાં આ વસ્તુ તે ગળી જાય ત્યારે પરિવારમાં સૌ કોઈની ચિંતાનો વિષય બને છે.

બાળક કંઈ વસ્તુ ગળી જાય તેના શું છે લક્ષણો ?
બાળકે શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉધરસ આવે, બોલવા કે અવાજમાં સમસ્યા આવે, શરીર ભૂરું પડી જાય, ઉલ્ટીઓ થાય, ઉલ્ટીમાં લોહી પડે, મોંમાંથી લાળ પડે અથવા પેટમાં દુખાવો થાય.

 

મુખ્ય કઈ વસ્તુઓ ગળે ત્યારે શું કરવું ?
સિક્કો :
પ્રાથમિક એક્સરે કઢાવ્યા પછી સિક્કો ક્યાં છે તેના પર સારવાર નિર્ભર કરે છે. અન્નનળીમાં, પેટમાં નાના અથવા મોટા આંતરડામાં હોય અને કોઈ લક્ષણ હોય તો એન્ડોસ્કોપીથી સિક્કો કાઢી શકાય છે. જો કોઈ લક્ષણ ન હોય તો 12-21 કલાકથી લઈને 6-7 દિવસમાં સિક્કો મળની સાથે બહાર નીકળી જાય છે. સિક્કાને કાઢવા માટે ખાવાની વસ્તુઓમાં રવાનો હલવો અને કેળાં આપવા જોઈએ.

 

બેટરીનો સેલ :
બેટરીનો સેલ અન્નનળીમાં હોય તો તરત જ એન્ડોસ્કોપી કરાવીને કાઢી નાંખવો જોઈએ. સામાન્ય રીતે 24 થી 48 કલાકમાં તેના ફાટવાની શકયતા રહે છે. તથા તેના લીધે આંતરિક ઘા કે અલ્સર થવાની સંભાવના રહેલી છે.

બીજ અથવા ચીકનનું હાડકું :
આવું થાય ત્યારે બાળકને પેટમાં દુઃખાવાની ફરિયાદ હોય, રડે અથવા ઉલટી થાય તો તેને તરત જ ડોકટર પાસે લઈ જવું જોઈએ.

તીક્ષ્ણ વસ્તુ :
પિન, નીડલ, સ્ક્રુ, વીંટી, ખીલ્લી બધી જ વસ્તુઓને કોઈપણ પ્રકારની રાહ જોયા વિના તરત જ કઢાવી નાંખવી જોઈએ. આ વસ્તુઓથી અન્નનળી અથવા પેટના ગંભીર ઇજાઓ થઈ શકે છે. બટન, કાચની ગોળી જેવી વસ્તુઓ જે તીક્ષ્ણ ન હોય તેના માટે 2-4 અઠવાડિયા રાહ જોઈ શકાય. જો કે બને ત્યાં સુધી આવી ઘટના જ ન બને તે માટે પ્રયત્નો અને કાળજી રાખવી જરૂરી છે.

નોંધ- આ તસવીરો પ્રતિકાત્મક છે અને ખાસ સલાહ એ છે કે આવી કોઈ પણ ઘટના ઘટે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરીને એક્સપર્ટ ઓપિનીયન લઈ લેવો જરૂરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati