ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હોમ ટાઉન સુરતમાં આપની એન્ટ્રી, કોંગ્રેસનો સફાયો

સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ કોંગ્રેસનું મતનું ગણિત ખોરવી નાખ્યું છે. તેમજ સુરતમાં 120 બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારમાંથી 27 બેઠક પર કબજો કરી લીધો છે.

  • tv9 webdesk33
  • Published On - 18:26 PM, 23 Feb 2021
Aam Aadmi party entry in BJP President CR Patil home town Surat Gujarat Congress wiped out
Surat

Gujarat માં વર્ષ 2021માં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો ઉમેર્યા છે. જેમાં Gujarat  ના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે છ મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે. જો કે આ ચુંટણીમાં આમ આદમી પાર્ટી અને અસરુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મુસ્લિમ વોટબેંકને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકામાં અનેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

જો કે સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ કોંગ્રેસનું મતનું ગણિત ખોરવી નાખ્યું છે. તેમજ સુરતમાં 120 બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારમાંથી 27 બેઠક પર કબજો કરી લીધો છે. જેના લીધે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના હોમ ટાઉન સુરતમાં ભાજપે માટે મુશ્કેલી વધારી દીધી છે. ગુજરાતમાં રાજકારણમાં સુરતથી આપે એન્ટ્રી લીધી છે.

જો કે Gujarat માં આપની એન્ટ્રીથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં વર્ષ 2015માં ભાજપને પાટીદાર અનામત આંદોલનના પગલે માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો  હતો. જયારે કોંગ્રેસનો 31 બેઠક પર વિજય થયો હતો.

જો કે  હાલ આવેલા પરિણામ  મુજબ સુરતમાં ભાજપે 93 બેઠક પર વિજય મેળવ્યો છે  જયારે આમ આદમી પાર્ટીને કૂલ 27 બેઠક મળી  છે. જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નથી. જો કે ભાજપને આ વખતે વર્ષ 2015 ની ચુંટણી કરતાં માત્ર ચાર બેઠક વધારે મળી છે. જ્યારે કોંગ્રસને 31 બેઠક મળી હતી એટલે કે કોંગ્રેસને 31 બેઠકનું  નુકશાન થયું છે.