અરવલ્લીઃ આજથી ધનસુરામાં ત્રણ દિવસ સ્યંભૂ કોરોના લોકડાઉન, લારી ગલ્લા, દુકાનો, બજાર સજ્જડ બંધ

કોરોના ના વધતા સંક્રમણને લઇને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપવા લાગ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને હવે સ્થાનિકો દ્રારા પગલા ભરવા કવાયત હાથ ધરી છે. આવી જ રીતે અરવલ્લી જીલ્લાના ધનસુરાએ પણ આગામી ત્રણ દીવસ માટે સ્વંયભૂ લોકડાઉન જાહેર કરી દીધુ છે. કોરોનાનો કહેર હવે જાણે કે […]

અરવલ્લીઃ આજથી ધનસુરામાં ત્રણ દિવસ સ્યંભૂ કોરોના લોકડાઉન, લારી ગલ્લા, દુકાનો, બજાર સજ્જડ બંધ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 21, 2020 | 12:49 PM
કોરોના ના વધતા સંક્રમણને લઇને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપવા લાગ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને હવે સ્થાનિકો દ્રારા પગલા ભરવા કવાયત હાથ ધરી છે. આવી જ રીતે અરવલ્લી જીલ્લાના ધનસુરાએ પણ આગામી ત્રણ દીવસ માટે સ્વંયભૂ લોકડાઉન જાહેર કરી દીધુ છે.
કોરોનાનો કહેર હવે જાણે કે બીજી લહેર સમાન વધવા લાગ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં કોરોનાનુ સંક્રમણ છેલ્લા એક સપ્તાહ દરમ્યાન વધુ પ્રસરવા લાગ્યુ છે. જેને લઇને હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ફફડાટ વ્યાપવા લાગ્યો છે. અરવલ્લી જીલ્લાના ધનસુરા શહેરમાં પણ પ્રતિદીન 18 થી 20 જેટલા કોરોના પોઝિટીવ કેસ સામે આવવા ને લઇને આખરે ધનસુરાના વહેપારીઓ અને સ્થાનિક અગ્રણીઓએ સાથે મળીને સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દીધુ છે. શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દીવસ સળંગ રીતે બજારો સહિત તમામ સંસ્થાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ આજે પ્રથમ દિવસે જ ધનસુરામાં સજ્જડ બંધ જોવા મળી રહેતા લોકો પણ કોરોના ફફડાટને લઇને લોકડાઉન શિસ્તને અનુસરતા નજરે પડ્યા છે
 
ધનસુરા નુ બજાર આસપાસના વિસ્તારોમાં મોટુ બજાર માનવામાં આવે છે. અહી આસપાસના ઉધોગ ધંધાના શ્રમીકો થી લઇને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે બજારમાં ભીડ ના રુપે ઉમટતા હોય છે. પરંતુ હાલમાં દિવાળીના તહેવારોમાં લોકો પણ કોરોના ની અસરને ભુલીને ખરીદી કરવા લાગી જતા હવે કોરોના ની બીજી લહેર વ્યાપવા જેવી સ્થિતી સર્જાઇ છે. ધનસુરામાં શનિવારે પણ 18 કોરોનાના કેસ સામે આવ્યા છે. તો છેલ્લા એક સપ્તાહમાં સો જેટલા લોકો સંક્રમિત થયાનો અંદાજ છે. જ્યારે ત્રણ લોકોના મોત સપ્તાહ દરમ્યાન નિપજ્યા છે. આમ કોરોનાની અસરના ભય અને લોકોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે આખરે વહેપારીઓએ સ્વંયભૂ પહેલ કરી છે.
વહેપારી મંડળના પ્રમુખ કિરીટ શાહે કહ્યુ હતુ કે, વધતા જતા કોરોના ને લઇને લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને બંધ પાળ્યો છે. જો સંક્રમણ વધશે તો હજુ પણ બંધને લંબાવીશુ. જ્યારે સ્થાનિક અગ્રણી અનિલ પટેલે કહ્યુ હતુ કે, અહી ગઇકાલે 18 અને આગળના દિવસે 17 કેસ સામે આવ્યા હતા, છેલ્લા એક અઠવાડીયામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આમ વધતા કોરોનાના સંક્રમણને લઇને આખરે હવે સ્યંવભૂ બંધ પાળ્યો છે. કારણ કે લોકો પણ કોરોના અંગેની સભાનતા ગુમાવી બેઠા હતા
 
જો આવનારા દીવસોમાં હજુ પણ કોરોના નુ સંક્રમણ ઘટશે નહી તો વહેપારીઓ આ બંધને વધુ લંબાવવા માટે પણ તૈયાર છે. વહેપારીઓની આ પહેલમાં નાના લારી ગલ્લા વાળાઓ પણ જોડાઇને માનવતાની પહેલામાં જાણે કે સુર પુરાવવા રુપ પણ દાખલો બેસાડતી તૈયારી રોજનુ પેટીયુ રળનારાઓએ પણ દેખાડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">