અમદાવાદમાં 3 દિવસનો ‘સ્ટુડન્ટ આર્ટ શો’ યોજાયો, 35 વિદ્યાર્થીઓના 100 આર્ટવર્કનું થયું પ્રદર્શન

અમદાવાદમાં 3 દિવસનો ‘સ્ટુડન્ટ આર્ટ શો’ યોજાયો, 35 વિદ્યાર્થીઓના 100 આર્ટવર્કનું થયું પ્રદર્શન

અમદાવાદમાં પેઇન્ટિંગ્સ, કોલાજ, કેલિગ્રાફી, ક્લે વર્ક્સ વગેરે સહિતના આર્ટવર્કનું એક ખાસ પ્રદર્શન યોજાયું હતું. 12થી 14 ઓક્ટોબર દરમિયાન સ્ટુડન્ટ આર્ટ શોમાં 35 વિદ્યાર્થીઓના લગભગ 100 આર્ટવર્કને દર્શાવવામાં આવ્યા હતા. જે સ્ટુડન્ટ આર્ટ શોના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રભાઇ પટેલ વિશાલાવાળા સહિતના લોકો જોડાયા હતાં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

Hardik Bhatt

| Edited By: TV9 Webdesk12

Oct 16, 2019 | 5:23 PM

અમદાવાદમાં પેઇન્ટિંગ્સ, કોલાજ, કેલિગ્રાફી, ક્લે વર્ક્સ વગેરે સહિતના આર્ટવર્કનું એક ખાસ પ્રદર્શન યોજાયું હતું. 12થી 14 ઓક્ટોબર દરમિયાન સ્ટુડન્ટ આર્ટ શોમાં 35 વિદ્યાર્થીઓના લગભગ 100 આર્ટવર્કને દર્શાવવામાં આવ્યા હતા. જે સ્ટુડન્ટ આર્ટ શોના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રભાઇ પટેલ વિશાલાવાળા સહિતના લોકો જોડાયા હતાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર

તેમની સાથે-સાથે વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો તેમજ કલામાં રૂચિ ધરાવતા શહેરના અગ્રણી કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. અહી પેઇન્ટિંગ્સ, મિક્સ મીડિયા પેઇન્ટિંગ્સ, કોલાજ, કેલિગ્રાફી, ક્લે વર્ક્સ વગેરે સહિતના આર્ટ વર્ક દર્શાવાયા હતાં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આયોજકોએ કહયું કે, વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના મૂલ્યવાન માર્ગદર્શન હેઠળ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યાં છે. આ પ્રસંગે ડિઝાઇનર અને આર્ટિસ્ટ જાનવીકા જાદવે અને પશમીના પરમારે  જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ આર્ટ શો યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ વયજૂથના વિદ્યાર્થીઓને તેમની ક્રિએટિવિટી દર્શાવવા માટે પ્રોત્સાહન આપવાનો છે. નાની ઉંમરેથી બાળકોને તેમના રસના વિષયમાં સાંકળવાથી તેમને પસંદગીના વિષયમાં કારકિર્દી બનાવવા માટેનો આત્મવિશ્વાસ મળી રહે છે. તેમને સાચી ઉંમરે પ્રેરણા, પૂરતું માર્ગદર્શન અને સહયોગ મળે તો કલાને નિખારી શકાય છે. વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહ અને ઉંમગથી આર્ટ શોમાં ભાગ લીધો છે અને અમને વિશ્વાસ છે કે મુલાકાતીઓ તેમની રચનાત્મકતાની પ્રશંસા કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati