અમદાવાદમાં બની એક Surprising ઘટના, એવું શું બન્યું ? જુઓ વીડિયો

  • Tv9 Webdesk18
  • Published On - 19:38 PM, 31 Dec 2020
અમદાવાદમાં બની એક Surprising ઘટના, એવું શું બન્યું ? જુઓ વીડિયો

મોનોલિથ વિશે તો આપે સાંભળ્યું હશે. એક વિશેષ અને રહસ્યમય સ્તંભને મોનોલિથ કહેવામાં આવે છે. અત્યાર સુધી વિશ્વના 5 દેશોમાં મોનોલિથ જોવા મળ્યા છે. જોકે આપને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળેલા મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં પણ જોવા મળ્યું.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં મોનોલિથ જોવા મળતા સ્થાનિકોમાં ભારે કુતુહલ સર્જાયું. આપને જણાવી દઇએ કે રહસ્યમય સ્તંભને મોનોલિથ કહેવામાં આવે છે. અને આ ધાતુનો વિશેષ સ્તંભ અમદાવાદમાં દેખાયો છે. અગાઉ વિશ્વના કેટલાક દેશોમાં પણ આવુ મોનોલિથ જોવા મળ્યું હતું. ત્યારે અમદાવાદમાં પણ આવુ મોનોલિથ જોવા મળતા ભારે આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું.

પ્રતિકાત્મક તસ્વીર

પ્રતિકાત્મક તસ્વીર

થલતેજના સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં મોનોલિથનો સ્તંભ જોવા મળતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું હતું. અને જોતજોતામાં આ સમાચાર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા.જોકે વાયુવેગે પ્રસરેલી મોનોલિથના કુતુહલનો અંત ત્યારે આવ્યો જ્યારે સામે આવ્યુ કે એક ખાનગી કંપનીએ આ મોનોલિથ ઉભુ કર્યું છે. પર્યાવરણ અને વન્ય જીવો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુસર આ મોનોલિથની રચના કરવામાં આવી છે.