Jamnagar: ફાયર વિભાગમાં આધુનિક વોટર બ્રાઉઝરની એન્ટ્રી, જાણો ફાયર શાખા માટે કેટલું ઉપયોગી સાબિત થશે

jamnagar: આધુનિક વોટર બ્રાઉઝરથી ફાયર શાખાને આગના બનાવ વખતે ખુબ જ ઉપયોગી સાબિત થશે. 10 માળ સુધીની હાઈરાઈઝ બીલ્ડીંગ સુધી ફાયર પર કંટ્રોલ કરવા માટે ઉપયોગી

Jamnagar: ફાયર વિભાગમાં આધુનિક વોટર બ્રાઉઝરની એન્ટ્રી, જાણો ફાયર શાખા માટે કેટલું ઉપયોગી સાબિત થશે
A modern water browser will prove useful to the fire branch.
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 06, 2021 | 4:55 PM

Jamnagar:  જામનગર ફાયર શાખા (Jamnagar Fire Department)માં ફાયર પર કાબુ મેળવવા માટે વિવિધ વાહનો અને સાધનો ઉપલબ્ધ છે. જેમાં વધુ એક આધુનિક વાહન વોટર બ્રાઉઝર(Water Browser)નો ઉમેરો થયો છે. જે 25 હજાર લીટર વોટરની ક્ષમતા ધરાવે છે. જે આગ પર કાબુ મેળવવા માટે પ્રેશર સાથે 300 લીટર પાણી એક મીનીટમાં આગ સામે ફેકી શકે છે.

15 નાણાપંચની ગ્રાન્ટમાંથી કુલ 1. 35 કરોડના ખર્ચે આધુનિક વોટર બ્રાઉસર ફાયર શાખાને આપવામાં આવ્યુ છે. જેમાં ડ્રાઈવર અને ઓફીસરની કેબીન ફુલી એરકંડિશન્સ છે. આ આધુનિક વોટર બ્રાઉઝરથી ફાયર શાખાને આગના બનાવ વખતે ખુબ જ ઉપયોગી સાબિત થશે. 10 માળ સુધીની હાઈરાઈઝ બીલ્ડીંગ સુધી ફાયર પર કંટ્રોલ કરવા માટે ઉપયોગી થઈ શકશે.

મોટા કારખાના, ગોડાઉન કે હોસ્પીટલ જેવા સ્થળોમાં આગ વખતે તે ખુબ જ ઉપયોગ થઈ શકશે. તેમજ નાના ફાયર ફાયરના વાહનોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ કરવા માટે આ વાહન ઉપયોગી થઈ શકે. આગમાં કાબુ મેળવવા માટે ઓછા સમયમાં કામ કરી શકાશે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ સુવિધાને લઈ આગના કારણે થતુ નુકશાન ઓછુ થશે. 25 હજાર લીટર પાણીની ક્ષમતા વાળા વોટર બ્રાઉઝર જામનગરનુ પ્રથમ છે. આ પહેલા જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા પાસે 10 હજાર લીટર સુધીની ક્ષમતા વાળા વાહનો હતો. આ આધુનિક વોટર બ્રાઉઝરથી ફાયર શાખાની આગ પર કાબુ મેળવવાની કામગીરી સરળ અને ઝડપી બની શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">