Ahmedabadના શ્યામલ વિસ્તારની આઈકોનીક બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી

આજે મોડી રાત્રે અમદાવાદના(Ahmedabad) શ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં આગ લાગી હતી. લગભગ 1 કલાકની અંદર આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેના માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. જેને કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

Ahmedabadના શ્યામલ વિસ્તારની આઈકોનીક બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી
Fire in ahmedabadImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 12:08 AM

Fire in Ahmedabad : આજે મોડી રાત્રે અમદાવાદના(Ahmedabad) શ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર 12માં માળે ફર્નિચરના કામ દરમિયાન આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડી ઘટના સ્થળ પહોંચી હતી. આગ બુજાવવા અને બચાવની કામગીરીને કારણે હાલ આગ કાબૂમાં છે. લગભગ 1 કલાકની અંદર આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેના માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. જેને કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂવા, આગ, મકાન ધરાસાઈ અને બાંધકામ દરમિયાન મજૂરોના મોત થવાના કિસ્સા બની રહ્યા છે. તેવામાં શહેરીજનોએ વધારે સાવચેત રહેવાની જરુર છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

12માં માળે લાગી આગ

1 કલાકમાં આગ કાબૂમાં

અમદાવાદમાં ભૂવા જ ભૂવા

અમદાવાદમાં વર્ષોથી વરસાદના કારણે ભૂવા પડવાના બનાવ બનતા રહે છે. આ વર્ષે પણ અમદાવાદના અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા હતા. જેને ભરવાની કામગીરી AMC એ હાથ ધરી હતી. હાલમાં આ સિઝનના સૌથી મોટા ભૂવામાં AMCનું ડમ્પર ફસાયુ હતુ.

દૂર્ધટનાવાળો સપ્ટેમ્બર મહિનો

થોડા દિવસ અગાઉ ગુજરાત યુનિવર્સીટીના મકાનના બાંધકામ દરમિયાન સ્લેબ પરથી પટકાતા 7 મજૂરોના મોત થયા હતા. જેની અમદાવાદમાં ભારે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી થઈ લઈને વડાપ્રધાન સુધી તમામે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં માણેક ચોક વિસ્તારમાં એક જૂનું મકાન ધરાયાઈ થતા એક વૃધ્ધનું મોત થયુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">