વધતા જતા કોરોનાના કેસ ઘટાડવા વડોદરા મહાનગરપાલિકા કેવા પગલાં લેશે ? જાણો વિગત

વધતા જતા કોરોનાના કેસ ઘટાડવા વડોદરા મહાનગરપાલિકા કેવા પગલાં લેશે ? જાણો વિગત

અનલોક-02ના સમયગાળામાં ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. કોરોનાના વધતા જતા કેસને નાથવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. બે તબક્કાના આ એકશન પ્લાનમાં પહેલા તબક્કાની કામગીરી તરીકે લોકોના આરોગ્યની ચકાસણી માટે ડોર ટુ ડોર સર્વે કરાશે. અને ત્યાર બાદ બીજા તબક્કામાં ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય ચકાસણી કરાશે. આ માટે વડોદરા મહાનગરપાલિકાએ આજથી ચાર દિવસ માટે અમલમાં આવે તે રીતે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. કુલ 590 આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની તપાસ કરાશે. જો કોરોનાનો દર્દી કે કોરોનાના લક્ષણો જણાશે તો તેમને સરકારી ગાઈડલાઈન મુજબ સારવાર અપવામાં આવશે. જુઓ વિડીયો.

Click on your DTH Provider to Add TV9 Gujarati