આ ધગશને તમે પણ કરશો સલામ: 58 વર્ષે તાહેર મદ્રાસવાલા સાયકલ લઈને કેમ નીકળી પડ્યા ગુજરાત યાત્રા પર?

Ahmedabad: ઉંમર વધતા લોકો પથારી વશ થઈ જતા હોય છે. પણ જમાલપુરના એક વૃદ્ધ એવા છે કે જેઓ વધતી ઉંમર સાથે મોટા કામ કરી રહ્યા છે. અને તે છે સમાજમાં લોકોમાં બ્લડ ડોનેશન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ.

આ ધગશને તમે પણ કરશો સલામ: 58 વર્ષે તાહેર મદ્રાસવાલા સાયકલ લઈને કેમ નીકળી પડ્યા ગુજરાત યાત્રા પર?
Cycle Yatra

Ahmedabad: કોરોના કાળમાં અનેક લોકોએ મોભી ગુમાવ્યા તેમજ અનેક સમસ્યાઓ સર્જાઈ. જેમાંની એક સમસ્યા હતી બ્લડ. કેમ કે કોરોના કાળ દરમિયાન બ્લડ ડોનેશન (Blood donation) બંધ થઈ જતા અને બાદમાં લોકોમાં જાગૃતિના અભાવે જરૂરિયાત સામે બ્લડ નહિ મળી રહેતા અનેક સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા દૂર કરવા સંસ્થાઓ તો પ્રયાસ કરી રહી છે. સાથે જ જમાલપુરના એ વૃદ્ધ સ્વયંભૂ પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં વૃદ્ધે ગુજરાતમાં સાયકલ યાત્રા (Cycle yatra) કરી લોકોમાં બ્લડ ડોનેશન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો છે.

આ વ્યક્તિની ઉંમર 58 વર્ષ છે પણ તેમનું કામ યુવાનોને પણ હંફાવી દે તેવું છે. તેઓ સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું કામ કરે છે. જે છે લોકોમાં બ્લડ ડોનેશન અંગે જાગૃતિ લાવવી. જી હા કેમ કે કોરોના કાળે અનેક માટે બ્લડની જરૂરિયાત ઉભી કરી અને તેમાં પણ થેલેસેમિયા ગ્રસ્ત લોકોને બ્લડ જરૂરી હોવાથી તેમના માટે આભ ફાટી નીકળ્યું હતું. જે તમામ બાબતોને ધ્યાને રાખી બ્લડ ડોનેશન પ્રક્રિયા કરતી સંસ્થાઓ પ્રયાસ કરી રહી હતી. જેની સાથે જમાલપુરના આ 58 વર્ષીય વૃદ્ધ પણ આગળ આવ્યા. અને તેઓએ એક પહેલ કરી. જેમાં તેઓએ ગુજરાતના લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગ રૂપે અમદાવાદથી સાયકલ યાત્રા શરૂ કરી.

58 વર્ષીય તાહેર મદ્રાસવાલાની (Taher Madraswala) આ પહેલી સાયક યાત્રા નથી. પણ તેઓએ અગાઉ 1981 થી 1997 દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશ પ્રસારિત કરવા સાઇકલ દ્વારા આખા વિશ્વનો પ્રવાસ કર્યો હતો. અને હવે તેઓએ લોકોમાં રક્તદાનની જાગૃતિ અંગે અમદાવાદથી સાયકલ યાત્રા શરૂ કરી છે. જે પ્રયાસના રક્તદાન કરતા લોકો તેમજ રેડ ક્રોસ સંસ્થાના ડિસ્ટ્રીકટ ચેરમેને વખાણ્યો હતો.

આ વડીલે દરેકના સમાજ અને જ્ઞાતિના લોકો આગળ આવી રક્તદાન કરે તેવી અપીલ કરી છે. કેમ કે કોરોના કાળ દરમિયાન એક બાબત એ પણ સામે આવી હતી કે રક્તદાન કરવાથી ઇમ્યુનિટી પાવર ઘટે એવી માન્યતાથી લોકો રક્તદાન કરતા અચકાતા હતા. તો રક્ત દાનના રેસિયોને વધારવા અને લોકોમાં જાગૃતિ આવે, થેલેસેમિયા ગ્રસ્ત લોકોને સમયે રક્ત મળી રહે તે પ્રયાસ રૂપે તાહેર મદ્રાસવાલાએ હાથ ધરેલ પ્રયાસને લોકો વખાણી રહ્યા છે.

મુસ્લિમ વૃદ્ધ તાહેર મદ્રાસવાલાનો 58 વર્ષની ઉમરે આ પ્રકારનો પ્રયાસ આવકારવા લાયક છે. જે પ્રયાસમાંથી અન્ય લોકો. ખાસ કરી યુવા પેઢીએ શીખ લેવાની અને જાગૃત બનવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જેથી બ્લડની અછત ઓછી કરી લોકોના જીવ બચાવી શકાય.

આ પણ વાંચો: Bharuch: હિંદુઓના ઘર માટે લાલચ આપ્યાનો કેસ, મકાન માલિક અને આરોપીની કથિત ચેટ આવી સામે

આ પણ વાંચો: Uttar Pradesh: સુગર મિલના ઉદ્ઘાટનમાં મંત્રી અજય મિશ્રાને મુખ્ય અતિથિ બનાવવા પર વિવાદ, રાકેશ ટિકૈતે આપી આંદોલનની ચેતવણી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati