ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે ભાજપના 440 મુરતિયાઓ મેદાનમાં

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂટણી ( Gandhinagar Municipal Corporation Election ) માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપે દરેક વોર્ડમાં નિરીક્ષકો મોકલીને કાર્યકર્તાઓની રજૂઆત સાંભળી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડ માટે ભાજપમાંથી કુલ 440 કાર્યકર્તાઓએ ટિકીટની માંગણી કરી છે. જેમાં મનપા અને જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે.

ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે ભાજપના 440 મુરતિયાઓ મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપમાંથી 440 લોકોએ માંગી ટિકીટ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 24, 2021 | 10:33 AM

ગાંધીનગર મનપા ચૂંટણી ( Gandhinagar Municipal Corporation Election ) માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. મોડી રાત સુધી 11 વોર્ડ માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતાં. નવા સીમાંકન બાદ ગાંધીનગર મનપાની આ પહેલી ચૂંટણી છે. સાથે જ જો ભાજપની વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેર સંગઠનનું નવું માળખું અસ્તિત્વમાં આવ્યા બાદની આ પ્રથમ ચૂંટણી છે ત્યારે ભાજપે મનપા માટે ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મંગળવારે મોડી રાત સુધી ભાજપ નિરીક્ષકોએ  સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં 11 વોર્ડમાં 440 થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં પાસ તેમજ SPG રહી ચૂકેલા તેમજ એક સમયે સરકારની સામે પડી ચૂકેલા ચહેરાઓ પણ ટિકિટ વાચ્છુકોની કતારમાં જોવા મળ્યા જો કે આ મનપા 10 વર્ષ પહેલાં જ અસ્તિત્વમાં આવી છે એટલે કે મનપાની આ 3 જી ચૂંટણી છે એટલે વર્તમાન તમામ કોર્પોરેટ 3 ટર્મની નીચે છે જેમાં કારણે ભાજપ દ્વારા બનાવેલા નવા નિયમોમાંથી હયાત કોર્પોરેટરોની બાદબાકી થઈ રહી છે એટલે મોટાભાગે તમામ વર્તમાન કોર્પોરેટર એ રિપીટ કરવા તથા ટિકીટ માટે મંગણી કરી છે. તો સહકારી આગેવાનો પણ આ ચૂંટણીમાં ટિકિટ માંગી રહ્યા છે મહત્વ નું છે કે સેન્સ પ્રક્રિયામાં 2 પૂર્વ મેયર પ્રવીણ પટેલ, મહેન્દ્રસિંહ રાણા, વર્તમાન મેયરના પતિ કેતનકુમાર પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ પટેલ, મનુભાઈ પટેલ, કોર્પોરેટર્સ કાર્તિકભાઈ પટેલ, નિતીન પટેલ સહિતના મોટા ભાગના કોર્પોરેટર્સ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હિનાબેન પટેલ, સંગઠનના નેતા આઈ. બી. વાઘેલાના પત્નીએ ટીકીટ માટે દાવેદારી કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ભાજપ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા અમિત પટેલ, કીર્તિભાઇ પટેલ, ધવલ શાહ સહિતના લોકોએ પણ દાવેદારી કરી છે ઉલ્લેખનીય છે કે સેન્સમાં 11 વોર્ડમાં માં અંદાજે 440 થી વધુ બાયો ડેટા આવ્યા છે જેમાંથી વોર્ડ -4માં સૌથી ઓછા અને વોર્ડ 8માં સૌથી વધુ દાવેદારો સામે આવ્યા છે. જેમાં વોર્ડ -1માં 32, વોર્ડ -2માં 30, વોર્ડ-3માં 34, વોર્ડ -4માં 19, વોર્ડ -5માં 31, વોર્ડ -6માં 25, વોર્ડ -7માં 31, વોર્ડ -8માં 51, વોર્ડ -9માં 29, વોર્ડ -10માં 32 તથા વોર્ડ -11માં 20 દાવેદારો અંદાજે નોંધાયા છે. આજે ભાજપ સંકલન સમિતિની મળશે બેઠક મળશે. જેમાં ચૂંટણી નિરીક્ષકો તથા ગાંધીનગર શહેર સંગઠન વચ્ચે થશે સંકલન કરી પેનલ બનાવાશે. પેનલમાં 4 નામની 3 પેનલ બનાવવામાં આવશે. જેને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરાશે. 26 માર્ચે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં અંતિમ મોહર લગાવવામાં આવશે. ત્યારે જોવાનું એ છે કે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે ?

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
વોર્ડ નંબર ટિકીટના દાવેદારો
   
1 32
2 30
3 34
4 19
5 31
6 25
7 31
8 51
9 29
10 32
11 20
 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">