અંબાજી નજીક વાહનની અડફેટે 3 પદયાત્રીઓના મોત

આ દુર્ઘટના અંબાજી નજીક રાણપુર નજીક સર્જાઇ છે. જેમાં અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. જેમાં વાહન ચાલકે 5 લોકોને ટક્કર મારી હતી

અંબાજી નજીક વાહનની અડફેટે 3 પદયાત્રીઓના મોત
3 pedestrians killed in vehicle accident near Ambaji (R epresentative Image)
Follow Us:
| Updated on: Sep 18, 2021 | 2:17 PM

બનાસકાંઠાના અંબાજી નજીક રાણપુર પાસે 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યાં વાહન ચાલકે અકસ્માત સર્જતા 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. બાદમાં આ પદયાત્રીઓના મૃતદેહોને રેફરલમાં ખસેડવામાં આવ્યાં છે.

જેમાં અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. જેમાં વાહન ચાલકે 5 લોકોને ટક્કર મારી હતી જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જેમાં 2 યુવક અને 1 યુવતીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. આ લોકો અંબાજી દર્શન કરવા જતાં હતાં

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ  કરવામાં આવ્યો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોનાના પગલે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ  કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ  ગૃહ વિભાગે કર્યો છે.જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા આખડી માન્યતા હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.. રાજ્યમાં ભલે કોરોનાના કેસ ઘટી ગયા હોય પણ કોરોના ગયો નથી હજુ પણ કોરોનાના કેસ આવતા જ રહે છે. તેવામાં અંબાજીના ભાદરવી પૂનમના મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર ન આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે.. અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદુપરાંત પગપાળા સંઘોને પણ મંજૂરી ન આપવાનો નિર્ણય લેવાયો છે.

જોકે બાધા કે માનતા હોય તેમને મર્યાદિત સંખ્યામાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.. મહત્વનું છે કે કોરોના સંક્રમણ ઘટતા જ ભાવિકોનો પ્રવાહ અવિરત રીતે મંદિર તરફ જઈ રહ્યો છે.

આ પણ વાંચો : માટીના વાસણમાં રાંધીને ખાવાના છે ઘણા ફાયદાઓ, આરોગ્યની સાથે સ્વાદ અને સુંગધનું પણ રહે છે ધ્યાન

આ પણ વાંચો : Insomnia: શું તમને અનિંદ્રાની સમસ્યા છે ? ચિંતા કરવાની જરૂર નથી અજમાવો આ ઘરેલું નુસ્ખાઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">