ગુજરાતમાં કોરોના વાઈરસનો કેર: પાટણમાં કોરોનાના વધુ 3 અને ભાવનગરમાં વધુ એક કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના વાઈરસનો કેર: પાટણમાં કોરોનાના વધુ 3 અને ભાવનગરમાં વધુ એક કેસ પોઝિટિવ


કોરોનાનો કેર ગુજરાતમાં વધી રહ્યો છે. ગંભીર વાત એ છે કે હવે સ્થાનિક સંક્રમણના કેસ પણ વધી રહ્યા છે. ફક્ત બે દિવસમાં જ 39 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો 151 પર પહોંચી ગયો છે. જેમાંથી 87 લોકો તો એવા છે જેઓ સ્થાનિક સ્તરે જ કોરોનાથી સંક્રમિત થયા છે. ગઈકાલે પોઝિટિવ કેસની સંખ્યા 146 હતી. આજે વધુ 5 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 151 થઈ છે. પાટણમાં વધુ 3 અને ભાવનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના દરવાજા પર કોરોના વાયરસની દસ્તક !

જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. જેને પગલે હોસ્પિટલને જ ક્વૉરન્ટાઈન કરાઈ છે. સમગ્ર રાજ્યની સ્થિતિને જોતા હવે લૉકડાઉન એપ્રિલના અંત સુધી લંબાઈ શકે છે અને જો રાહત આપવામાં આવશે તો જરૂરી ચીજવસ્તુઓને જ રાહત અપાશે. ભીડ થાય તેવા એકપણ એકમોને છૂટ આપવામાં નહીં આવે. જ્યાં કોરોનાના કેસ વધુ છે ત્યાં મે મહિના સુધી કડક અમલ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati