રાજ્યમાં CORONAના નવા 258 કેસ, 10 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

રાજ્યમાં CORONA સંક્રમણના નવા કેસો અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 20 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 258 કેસ નોંધાયા છે,

રાજ્યમાં CORONAના નવા 258 કેસ, 10 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

રાજ્યમાં CORONA સંક્રમણના નવા કેસો અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 20 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 258 કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સાથે જ આ 24 કલાકમાં રાજ્યમાં 10 જિલ્લામાં CORONAનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 45 તેમજ વડોદરામાં 41, સુરતમાં 36 અને રાજકોટમાં 20 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી મુક્ત થઈને સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 270 અને અત્યાર સુધીમાં કુલ 2,60,745 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ વાંચો: અમેઠીમાં બનશે કેન્દ્રીય પ્રધાન SMRITI IRANIનું નવું ઘર, ત્યાંથી જ જનતાના પ્રશ્નો સાંભળશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati