સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી 20,000નું સ્થળાંતર, SDRFની 11 ટીમ કામગીરીમાં જોતરાઈ

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે હવે મુશ્કેલી ઊભી થવા પામી છે. હવામાન વિભાગે પણ હજુ પણ વરસાદનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરતા, વહીવટીતંત્રે હવે રાહત અને બચાવની કામગીરી શરુ કરી દિધી છે. જેના ભાગરૂપે 20,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યુ છે. સતત વરસી રહેલા વરસાદથી કેટલાક […]

સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી 20,000નું સ્થળાંતર, SDRFની 11 ટીમ કામગીરીમાં જોતરાઈ
Follow Us:
| Updated on: Jul 07, 2020 | 7:40 AM

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે હવે મુશ્કેલી ઊભી થવા પામી છે. હવામાન વિભાગે પણ હજુ પણ વરસાદનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરતા, વહીવટીતંત્રે હવે રાહત અને બચાવની કામગીરી શરુ કરી દિધી છે. જેના ભાગરૂપે 20,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યુ છે. સતત વરસી રહેલા વરસાદથી કેટલાક જિલ્લાની નાની મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા અને ખંભાળિયા તાલુકા તેમજ જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તાર, નદીકાંઠે રહેતા 20,000 લોકોનુ સ્ટેટ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ (SDRF)ની મદદથી વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરાવ્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એસડીઆરએફની 11 ટીમની મદદથી 20,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળે નહી તે માટે જિલ્લાકક્ષાના ડીઝાસ્ટર એકમને અને જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓને સતર્ક કરી દેવાયા છે. જુઓ વિડીયો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">