ભાવનગર-અમદાવાદ હાઈવે ફરી થયો રક્તરંજીત, કાર અને ટ્રક વચ્ચેના ACCIDENTમાં 2ના મોત

રવિવારના દિવસે ભાવનગર(BHAVNAGAR)-અમદાવાદ (AHMEDABAD) હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (ACCIDENT) સર્જાયો હતો. ભાવનગર- અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

  • Tv9 Webdesk 43
  • Published On - 15:31 PM, 24 Jan 2021
2 people died on the spot in an accident between a car and a truck
અમદાવાદ ભાવનગર હાઈવે પર અકસ્માત, ઘટનાસ્થળે 2ના મોત

રવિવારના દિવસે ભાવનગર(BHAVNAGAR)-અમદાવાદ (AHMEDABAD) હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (ACCIDENT) સર્જાયો હતો. ભાવનગર- અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

તેલંગણા પાસિંગ કારમાં સવાર 5 પૈકી 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે ઘાયલ લોકોને સારવાર અર્થે ધોળકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. હતભાગીઓના મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.