ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

ટ્રમ્પ અમદાવાદ આવે ત્યારે તેમનો રોડ શો ભવ્ય બને એ માટે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના મેયર બીજલ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું કે ટ્રમ્પના સ્વાગતમાં 22 કિમીનો રોડશો થશે જે અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો બની રહેશે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે. ટ્રમ્પના રૂટ અંગે પણ મેયરે જણાવ્યું કે એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી સ્ટેડિયમ સુધીનો રૂટ રહી શકે છે.

આ પણ વાંચોઃ અનામત અને બિનઅનામતનો વિવાદઃ સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠક

બીજી તરફ આ ભવ્ય રોડ શો બનાવવા માટે ધાર્મિક સંસ્થાઓ તેમની પારંપરિક વેશભુષા સાથે ભવ્ય સ્વાગત કરે તેવું પણ આયોજન કરાયું છે. આ માટે મેયરની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં 300 થી વધુ ધાર્મિક સંસ્થા અને એનજીઓ જોડાવા તૈયાર થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati