૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનનું વડાપ્રધાને કર્યુ લોકાર્પણ, જાણો શું છે ખાસીયત ?

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. મોદી આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું. માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે.   આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને […]

૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનનું  વડાપ્રધાને કર્યુ લોકાર્પણ, જાણો શું છે ખાસીયત ?
TV9 Gujarati

| Edited By: Pinak Shukla

Oct 30, 2020 | 4:38 PM

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. મોદી આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું. માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે.

આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati