15 ધારાધોરણનું પાલન કરો અને કરાવો ચાર મજલા ફલેટનો પ્લાન ૨૪ કલાકમાં પાસ, મુખ્યમંત્રી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ

મુખ્યપ્રધાન ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ રાજ્યમાં શરુ થઇ ચુકી છે. આ પરમીશનના પ્રતાપે અગર આપ ચાર માળની ઈમારતનો પ્લાન પાસ કરાવવા માગો છો તો માત્ર 24 કલાકમાં એ શક્ય બનશે. આ માટે સરકારે સુચવેલા 15 ધારાધોરણનું પાલન કરવાનું રેહશે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન, બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો ગુરુવારે પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખા આપી હતી. […]

15 ધારાધોરણનું પાલન કરો અને કરાવો ચાર મજલા ફલેટનો પ્લાન ૨૪ કલાકમાં પાસ, મુખ્યમંત્રી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 2:56 PM

મુખ્યપ્રધાન ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ રાજ્યમાં શરુ થઇ ચુકી છે. આ પરમીશનના પ્રતાપે અગર આપ ચાર માળની ઈમારતનો પ્લાન પાસ કરાવવા માગો છો તો માત્ર 24 કલાકમાં એ શક્ય બનશે. આ માટે સરકારે સુચવેલા 15 ધારાધોરણનું પાલન કરવાનું રેહશે.

ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન, બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો ગુરુવારે પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ જે ધક્કા ખાવા પડતા હતા તેની મંજુરી ૨૪ કલાકમાં ઓનલાઈન મંજુરી માટે મળી જશે.  માત્ર એક ટકા લોકો જ ખોટું કરે છે જ્યારે બાકીના 99 ટકા લોકો ઈમાનદાર છે જે હંમેશાં સારી વ્યવસ્થા જ ઈચ્છે છે તેમને તકલીફ ના પડે તેવી સરકાર પ્રતિબદ્ધ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મહદ અંશે ટેનામેન્ટ, બંગ્લોઝની સ્કીમ અને ચાર માળની હાઈટના ફલેટ બનાવનારા લોકોને આ ઓનલાઇન સિસ્ટમનો ઘણો ફાયદો થશે.

ઓનલાઇન પ્લાન પાસ માટેનાં 15 પેરામીટર્સ 1) માર્જિન 2) પાર્કિગ 3) હાઇટ ઓફ બિલ્ડિંગ 4) લિફ્ટ એન્ડ એલિવેટર 5) એફએસઆઇ 6) સ્ટેરકેસ 7) ગ્રાઉન્ડ કવરેજ 8) કોમન પ્લોટ 9) એક્સેસ રોડ- એપ્રોચ રોડ 10) ઓપન ટુ સ્કાય 11) સેટ બેક 12) ઝોન – રોડની પહોળાઇ મુજબ મંજૂરી 13) ફ્લોરની હાઇટ 14) ઇન્ટરનલ રોડ 15) ફાયર રેગ્યુલેશન

ઓનલાઇન સિસ્ટમમાં પ્લાન તૈયાર કરનાર આર્કિટેક્ટ- એન્જિનિયર દ્વારા ખોટી બાંહેધરી અથવા નિયમોનાં ઉલ્લંઘન કરાયું હોવાનું ધ્યાને આવશે તો આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાશે.

https://www.facebook.com/tv9gujarati/videos/752197748708440

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">