નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

Municipal and Taluka Panchayat Elections : પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત થઈને ભાજપના કુલ 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા
11 BJP candidates were declared uncontested before the municipal and taluka panchayat elections

પાંચ નગરપાલિકાની નવ બેઠકો અને બે તાલુકા પંચાયતની બેઠક ઉપર સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેવારો બિનહરીફ જાહેર થયા છે.

GANDHINAGAR :નગરપાલિકા (Municipal)અને તાલુકા પંચાયત (Taluka Panchayat)ની ચૂંટણી પહેલા ભાજપ (BJP)ની જીત થઇ છે. પાંચ નગરપાલિકાની નવ બેઠકો અને બે તાલુકા પંચાયતની બેઠક ઉપર સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેવારો બિનહરીફ જાહેર થયા છે. પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત થઈને ભાજપના કુલ 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

11 BJP candidates were declared uncontested before the municipal and taluka panchayat elections

થરા નગરપાલિકા
બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના સૌથી વધુ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં વોર્ડ-3 ના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં ચેતનાબેન અનિલકુમાર સોની, લાખુબેન અમરતભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને ભુપતાજી નાથાજી ગોહિલ બિનહરીફ જાહેર થયા છે.

ઓખા નગરપાલિકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અ બન્ને મહિલા ઉમદવારો છે. જેમાં વોર્ડ-8 માં નિશાબેન રવીન્દ્રભાઈ પરમાર અને અંજલીબેન ઉઢાભા માણેક બિનહરીફ જાહેર થયા છે.

તરસાડી નગરપાલિકા
સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકાની પેટાચૂંટણી પહેલા ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે. તરસાડી નગરપાલિકાના વોર્ડ-3 ના ભાજપના ઉમેદવાર રઝીયાબીબી સલીમખાન પઠાણ બિનહરીફ જાહેર થયા છે.

મહેમદાવાદ નગરપાલિકા
ખેડા જિલ્લાની મહેમદાવાદ નગરપાલિકાની પેટાચૂંટણી પહેલા ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે. મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ-6 ના ભાજપના ઉમેદવાર રીટાબેન દિનેશભાઈ વાઘેલા બિનહરીફ જાહેર થયા છે.

ચાણસ્મા નગરપાલિકા
પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકાની પેટાચૂંટણી પહેલા ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે. ચાણસ્મા નગરપાલિકાના વોર્ડ-5 ના ભાજપના ઉમેદવાર વિક્રમભાઈ ચીમનભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે.

નિઝર તાલુકા પંચાયત
તાપી જિલ્લાની નિઝર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 12-શાલે-1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. નિઝર તાલુકા પંચાયતની 12-શાલે-1 બેઠક પર ભાજપના ઉમેદવાર દમયંતીબેન વીરેન્દ્રભાઈ પાઠક બિનહરીફ જાહેર થયા છે.

વિસાવદર તાલુકા પંચાયત
જુનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 4-ઢેબર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. વિસાવદર તાલુકા પંચાયતની 4-ઢેબર બેઠક પર ભાજપના ઉમેદવાર જયરામભાઇ દેવકુભાઈ વીકમા બિનહરીફ જાહેર થયા છે.

આ પણ વાંચો : NARMADA : ભારે વરસાદને કારણે કરજણ ડેમ રુલ લેવલ પર, ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati