વિસનગરના લાછડી ગામે હોળીના સળગતા અંગારા પર ચાલવાની 100 વર્ષ જૂની પરંપરા

હોળી ( Holi ) પર્વે મહેસાણાના વિસનગર ( vishnagar ) નજીક આવેલા લાછડી ( lachhdi ) ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે.

  • Bipin Prajapati
  • Published On - 15:05 PM, 29 Mar 2021

હોળીના ( holi ) પર્વે ગુજરાતના અનેક ગામમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવતી હોય છે. મહેસાણાના ( mahesana )  વિસનગર ( vishnagar ) તાલુકાના લાછડી (lachhdi)  ગામે પણ છેલ્લા 100 વર્ષથી એક પરંપરા ચાલી આવે છે. લાછડી ગામે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ, તેના અંગારા ઉપર અબાલ વૃધ્ધ સૌ કોઈને ચાલવાની પરંપરા છે. લાછડી ગામે છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ અંગાર ઉપર ચાલવાથી એક પણ ગ્રામ્યજનને પગે દાઝી ગયાનો બનાવ બન્યો નથી. આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે. આજે નાની ઉમરના બાળકો પણ હોશે હોશે રમતા રમતા સળગતા અંગારા ઉપર ચાલે છે.

હોળી પર્વે મહેસાણાના વિસનગર નજીક આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા ઠારવામાં આવે છે. અને તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે.

આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે, અંગાર પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે. હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલે છે.

આ પરંપરાને નિહાળવા માટે, વિસનગર તાલુકાના અનેક ગામ ઉપરાંત લોકો દુર દુરથી આવે છે. અંગારા પર શ્રધ્ધાથી ચાલતા લોકો પગમાં જરા પણ દાજતા નથી.