સુરતના માંડવીમાં 10 લોકો ડૂબ્યા, 3ને બચાવી લેવાયા, 5 લાપતા

પાણીમાંથી બે જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે લાપત્તા થઈ ગયેલા 5 લોકોની શોધખોળ ચાલી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 4:02 PM

સુરત (Surat) ના માંડવી (Mandavi) તાલુકાના આમલી ગામ (Amali village) ના 10 લોકો નાવડી (Boat)માં બેસીને ઘાસ કાપવા જઈ રહ્યા હતા ત્યારે નાવડી પલટી (Boat capsize) જતાં તેમાં બેઠેલા તમામ લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે તેમાંથી 3 જણાને બચાવી લેવાયા છે. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

માંડવી તાલુકાના આમલી ગામ નજીક આવેલા ડેમ (Dam) ની વચ્ચે ટેકરા પર ઉગેલું ઘાસ કાપવા માટે 10 જેટલા લોકો નાવડીમાં બેસીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક નાવડી પલટી ગઈ હતી. નાવડી પલટી જતાં ડેમના પાણીમાં 10 લોકો ડૂબવા લાગ્યા હતા.

તમામ લોકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી હોવાની માહિતી મળી છે. નાવડી અચાનક જ પલટી મારી ગઈ હતી, નાવડી પલટી જવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સહીતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

નાવડીમાં સવાર 5 લોકો લાપતા થયા છે તેમની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે મોડે સુધી વધુ કોઈ મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ નથી.

મૂળ સુરતના અને પનામામાં રહેતા 3 લોકોના ડૂબી જવાથી મોત

મૂળ સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામના આહીર પરિવારના પિતા, પુત્ર અને કાકા એમ એક જ પરિવારના ત્રણ જણના દરિયામાં ડૂબી જવાથી મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દરિયામાં નહાવાની મજા માળવા ગયેલા પરિવારના 3 જણા ડૂબી ગયા હતા.

આ પણ વાંચોઃ Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

આ પણ વાંચોઃ Surat: મેયરે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી, RTPCR ટેસ્ટ વધારવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવાની આપી સૂચના

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">