ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિધાનસભાથી લોકસભાની ખેડશે સફર? જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત VIDEO

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ચૂંટણીવાંછુકોએ લૉબિંગ શરુ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી લડવા માગતા દાવેદારો દાવેદારી નોંધાવી ચૂકયા છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય જીતુ વાઘાણી વિધાનસભામાંથી લોકસભામાં જવા અંગે શું વિચારે છે, તે અંગે શું કહ્યું […]

ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિધાનસભાથી લોકસભાની ખેડશે સફર? જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત VIDEO
yunus.gazi

| Edited By: TV9 Web Desk3

Jan 16, 2019 | 5:43 AM

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ચૂંટણીવાંછુકોએ લૉબિંગ શરુ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી લડવા માગતા દાવેદારો દાવેદારી નોંધાવી ચૂકયા છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય જીતુ વાઘાણી વિધાનસભામાંથી લોકસભામાં જવા અંગે શું વિચારે છે, તે અંગે શું કહ્યું જાણો. 

પાટીદાર આંદોલન ચરમસીમાએ હતું તેવા સમયે પાટીદારોનો રોષ થાળે પાડવા અને રિસાયેલાઓને રીઝવવાના ભાગરૂપે ભાજપના યુવા ધારાસભ્ય જીતુ વાઘાણીના માથે પ્રદેશ અધ્યક્ષનો કળશ ઢોળાયો. વર્ષ ૨૦૧૨ માં કોંગ્રેસના ઉમેદવાર ડૉ.કાનાણી સામે જંગી બહુમતીથી ચૂંટણી જીતનાર જીતુ વાઘાણીને પાટીદાર સમીકરણો અને યુવા ચહેરાને કારણે પક્ષ પ્રમુખનો તાજ પહેરવા મળ્યો અને ૨૦૧૭ ની ચૂંટણીમાં ફરી એક વાર ચૂંટાયા પણ ખરા. જોકે ૨૦૧૨ માં જે જંગી માર્જીનથી જીતું વાઘાણી જીત્યા હતા તેમાં ઘટાડો થયો હતો.

૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે  ગુજરાતમાં ભાજપે તમામ ૨૬ બેઠકો અંકે કરી હતી પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં તમામે તમામ ૨૬ બેઠકો જીતી શકાશે કે કેમ તે આશંકાઓ વચ્ચે તમામ બેઠકો ફરી એક વાર જીતવાની રણનીતિ તૈયાર કરાઈ રહી છે અને તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉભા રાખવા માટેની રણનીતિ  સાથે વર્તમાન સાંસદોને રીપીટ કરવા કે કેટલીક મુશ્કેલ બેઠકો પર નવા ચહેરા ઉતારવા તેનું મનોમંથન ચાલી રહ્યું છે ત્યારે ટીવી નાઈન દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણી ને પૂછવામાં આવ્યું કે શું આગામી લોકસભાની ચૂંટણી માં તમામ ૨૬ પતંગ ફરી ચગશે કે નવા ચહેરા બદલવામાં આવશે તો જીતુ વાઘાણીએ કહ્યું કે,

“ભાજપ 2019માં પણ તમામ 26 બેઠકો પર કબજો કરશે. રાજ્ય અને કેન્દ્રમાં અમારી સરકારે કરેલા કાર્યોના કારણે પ્રજાના આશીર્વાદ અમને મળતા જ રહેશે અને 2019માં પણ ભાજપનો રાજકીય પતંગ નવી ઉંચાઈએ ઉડશે.”

જુઓ VIDEO:

 

[yop_poll id=618]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati