MONEY9: બુલિયન બજારમાં દેખાયો તેજીનો ચળકાટ, પણ ઝાંખો પડતાં વાર નહીં લાગે…!

આ વખતની અખા ત્રીજે બુલિયન બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો અને 15,000 કરોડ રૂપિયાનો વેપાર થયો, જે કોવિડ-પહેલાંના વેપાર કરતાં 50 ટકા વધુ છે. જોકે, આ રેકોર્ડ ટર્નઓવર પાછળ મોંઘવારીએ ભૂમિકા ભજવી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 06, 2022 | 1:28 PM

બુલિયન માર્કેટ (BULLION MARKET) માં થોડોક ચમકારો દેખાયો અને આ વખતની અખાત્રીજે (ASKHAY TRITIYA) તેજીના બીજ રોપાયા. વેપારીઓનાં સંગઠન CAITએ અંદાજ આપ્યો કે, આ વખતની અખાત્રીજે બુલિયન બજારમાં 15 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો, જે કોવિડ પહેલાં થયેલાં વેપારની તુલનાએ 50 ટકા વધુ છે. 2019ની અખાત્રીજે કુલ 10,000 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનું અનુમાન છે. જોકે, આ વખતના રેકોર્ડ ટર્નઓવર પાછળ મોંઘવારીનો હાથ છે.

2019ની અખાત્રીજે 10 ગ્રામ સોનાનો ભાવ 31,700ની આસપાસ હતો અને અત્યારે ભાવ 50,700 રૂપિયાની ઉપર છે, એટલે કે ભાવ 60 ટકા સુધી વધી ગયો છે. આમ, 2 વર્ષમાં જો મૂલ્યના આધારે વેપાર 50 ટકા વધ્યો હોય, તોપણ આ વખતની અખા ત્રીજે એટલું સોનું તો નથી જ વેચાયું, જેટલું 2019માં વેચાયું હતું. માત્ર ભાવમાં થયેલા વધારાને કારણે જ વેપારમાં પણ વૃદ્ધિ દેખાઈ રહી છે. બુલિયન અને જ્વેલરી સંગઠનોનું માનવું છે કે, ભાવમાં તીવ્ર વૃદ્ધિ થઈ હોવાથી ઘરાકી ઓછી છે.

બુલિયન એસોસિયેશનનું શું કહેવું છે

ધી બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ યોગેશ સિંઘલ કહે છે કે, “અખાત્રીજે વેપાર વધવાની આશા હતી, પરંતુ સોનાનો ભાવ 50,000 રૂપિયાની ઉપર ટક્યો હોવાથી આ વખતે એટલા ગ્રાહકો નથી આવ્યા જેટલા 2019ની અખાત્રીજે આવ્યા હતા.” એટલે, કિંમતોમાં થયેલી વૃદ્ધિને કારણે અખા ત્રીજે ઘરાકી વધવાની આશા તો અગાઉથી જ નહોતી. ઘરેણાંની ખરીદી તો પહેલેથી જ ઓછી થઈ રહી છે ત્યારે માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા પ્રમાણે, માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ભારતમાં ઘરેણાંની માંગ 26 ટકા ઘટીને 94.2 ટન થઈ ગઈ હતી, જ્યારે સોનાની આયાત 55 ટકા ઘટીને 147.2 ટન નોંધાઈ હતી.

નિષ્ણાતોનું શું મંતવ્ય છે

આમ, જ્યાં સુધી સોનાનો ભાવ નહીં ઘટે, ત્યાં સુધી બજારમાં તેજી પાછી ફરે તેવી શક્યતા દેખાતી નથી. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, સોનાના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બ્રોકિંગ ફર્મ ટ્રસ્ટલાઈનના કોમોડિટી એક્સપર્ટ રાજીવ કપૂર કહે છે કે, આ વર્ષે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થાય તેવી અપેક્ષા ઓછી છે. તેમના મતે, સોનાનો ભાવ 49,000 રૂપિયાથી 53,000ની વચ્ચે રહી શકે છે. 

હવે રવિ સીઝન પર નજર

ગુમાવેલી ચમક પરત મેળવવા માટે હવે, જ્વેલરી માર્કેટે રવિ સીઝન પર મીટ માંડી છે. જો ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધુ ભાવે ખેત પેદાશો વેચી શકશે તો તેમના ખિસ્સામાં વધુ રૂપિયા આવશે અને તેઓ લગ્નની સીઝનમાં સંકોચાયા વગર ખરીદી કરી શકશે. ભારતમાં જ્વેલરીની 60 ટકા માગ ગામડાંથી જ આવે છે એટલે જ્વેલરી માર્કેટ માટે ગામડાં મહત્ત્વનાં છે. કારણ કે, કોવિડ પછી ફેલાયેલી મંદીમાંથી બહાર નીકળવા માટે બુલિયન બજારે ગામડાંના સહારે જ તેજીની કેડી કંડારવી પડે એવી સ્થિતિ છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">