Gold Price Today : સસ્તું થઇ રહ્યું છે સોનું? જાણો આજના લેટેસ્ટ રેટ

ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 ની સપાટીએ પહોંચ્યો હતો. MCX અનુસાર સોનું આજે 10 દીઠ 47,426.00 રૂપિયા સુધી નીચલા સ્તરે કારોબાર કરી રહ્યું છે.

Gold Price Today :  સસ્તું થઇ રહ્યું છે સોનું?  જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 11:02 AM

સોનાના ભાવમાં આજે(Gold Price Today) સતત પાંચમા દિવસે ઘટાડો થયો છે. આજે સોનુ એમસીએક્સ(MCX) પર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ ઘટાડા પછી સોનાના ભાવ રેકોર્ડ સ્તરથી ઘણા નીચે ગયા છે. આજે ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું મલ્ટિ કોમોડિટી એક્સચેંજ (MCX) પર 0.22 ટકા તૂટીને કારોબાર કરી રહ્યું છે.

સોનું રેકોર્ડ સ્તર કરતા 8,530 રૂપિયા સસ્તું ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 ની સપાટીએ પહોંચ્યો હતો. MCX અનુસાર સોનું આજે 10 દીઠ 47,426.00 રૂપિયા સુધી નીચલા સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જોતા સોનું હજી 8,530 રૂપિયા સસ્તુ ગણી શકાય છે.

કઈ રીતે ચકાસણી કરશો તમારું સોનુ શુદ્ધ છે કે નહિ જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD         47462.00    -111.00 (-0.23%) – સવારે  10.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49180 RAJKOT 999                   49200 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49010 MUMBAI                  48110 DELHI                      51320 KOLKATA                50140 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48600 HYDRABAD          48600 PUNE                      49510 JAYPUR                 49340 PATNA                    48110 NAGPUR                48110 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44137 AMERICA        43067 AUSTRALIA    43485 CHINA            43254 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">