Gold Price Today : સસ્તું થયું સોનું , શું હાલ છે રોકાણ માટેનો ઉત્તમ સમય કે કરવો યોગ્ય સમયનો ઇંતેજાર ? જાણો આજના લેટેસ્ટ રેટ

MCX પર ઓક્ટોબરમાં 6.45 વાગ્યે ડિલિવરી માટે સોનું 189.00 મુજબ 0.40% ઘટાડા સાથે 46990.00 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે.

Gold Price Today : સસ્તું થયું સોનું , શું હાલ છે રોકાણ માટેનો ઉત્તમ સમય કે કરવો યોગ્ય સમયનો ઇંતેજાર ? જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:09 PM

આજે ફરી એકવાર સોનાના ભાવમાં(Gold Price Today ) ઘટાડો થયો છે. આજે સોનું 265 રૂપિયા અને ચાંદી 323 રૂપિયા સસ્તી થઈ છે. આજના ઘટાડા બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો બંધ ભાવ 46,149 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનાનો બંધ ભાવ 46,414 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયો હતો.

HDFC સિક્યોરિટીઝનું કહેવું છે કે રૂપિયામાં ઉછાળાને કારણે સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 2 પૈસાની મજબૂતી સાથે 74.22 પર બંધ થયો. ચાંદીની વાત કરીએ તો આજે બુલિયન માર્કેટમાં ચાંદીનો બંધ ભાવ 61,653 રૂપિયા પ્રતિ કિલો હતો. આ અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો બંધ ભાવ 61,976 રૂપિયા પ્રતિ કિલો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં રેટ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ગઈકાલના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આજે સોનાની કિંમત 1792 ડોલર પ્રતિ ઔંસ છે. ચાંદી અડધા ડોલર ઘટીને 23.71 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર કારોબાર કરી રહી છે. એક ઔંસમાં 28.35 ગ્રામ હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

MCX પર સોના- ચાંદીના ભાવ MCX પર ઓક્ટોબરમાં 6.45 વાગ્યે ડિલિવરી માટે સોનું 189.00 મુજબ 0.40% ઘટાડા સાથે 46990.00 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ચાંદીમાં MCX પર સપ્ટેમ્બર ડિલિવરી માટે 297 રૂપિયાના ઘટાડા સાથે 62975 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂપિયા 256 ઘટીને 63700 ના સ્તરે ટ્રેડ કરતી હતી.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46990.00  -189.00 (-0.40%)–  18:54 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48680 RAJKOT 999                   48700 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48660 MUMBAI                  47220 DELHI                      50560 KOLKATA                49300 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48220 HYDRABAD          48220 PUNE                      48710 JAYPUR                 48640 PATNA                    48710 NAGPUR                47220 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43379 AMERICA          42629 AUSTRALIA     42648 CHINA               42639 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

NSE એ સ્ટોક બ્રોકરો દ્વારા DIGITAL GOLD ના થતા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ તેના સભ્યોને 10 સપ્ટેમ્બરથી તેના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના સ્ટોક બ્રોકરને પણ આપવામાં આવી છે. NSE એ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI ના નિવેદન બાદ આ સૂચના આપી છે. સેબીએ કહ્યું છે કે કેટલાક સભ્યો તેમના ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ આપી રહ્યા છે જ્યારે તે નિયમોની વિરુદ્ધ છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 3 ઓગસ્ટના રોજ એક પત્ર જારી કર્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે શેરબ્રોકરના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડની ખરીદી અને વેચાણ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957 (SCRR) ની વિરુદ્ધ છે. સ્ટોક સાથે સંકળાયેલા સભ્યોને આવી પ્રવૃત્તિઓ ટાળવા સૂચના આપવામાં આવી હતી. SCRR નો નિયમ આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવાની મનાઈ કરે છે. તે સ્ટોકના કોઈપણ કર્મચારી માટે પણ પ્રતિબંધિત છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">