શું તમારે 2000 રૂપિયા સસ્તું સોનું 24 કેરેટની ખાતરી સાથે ખરીદવું છે ? આજે સ્કીમ પુરી થઇ રહી છે, કઈ રીતે કરવી ખરીદારી?જાણો અહેવાલ દ્વારા

GOLD BONDનો ઇશ્યૂ પ્રાઈઝ 4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48070 રહેશે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક મળે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે.

શું તમારે 2000 રૂપિયા સસ્તું સોનું 24 કેરેટની ખાતરી સાથે ખરીદવું છે ? આજે સ્કીમ પુરી થઇ રહી છે, કઈ રીતે કરવી ખરીદારી?જાણો અહેવાલ દ્વારા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:55 AM

સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે  ઉત્તમ તકનો આજે છેલ્લો દિવસ  છે. ભારત સરકારની સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટેની સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) સ્કીમ આજે સમાપ્ત થઇ રહી છે. ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજાર છે જયારે SGB 48070 રૂપિયાના રેટથી સોનુ આપી રહ્યું છે.

12 જુલાઈથી થી 5 દિવસ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)સ્કીમ ખુલ્લી મુકાઈ હતી. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક મળે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

Sovereign Gold Bond

સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સસ્તા સોનાની કિંમત શું છે ? SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4807 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48070 રહેશે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

સસ્તું સોનુ ખરીદવાની કોઈ મર્યાદા હોય છે? સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે? બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

sovereign gold bond scheme the price of one gram of gold fixed at rs4662

SBI એ જણાવ્યા ડીઝીટલ ગોલ્ડ સ્કીમના 6 ફાયદાઓ દેશની પ્રતિષ્ઠિત સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ડીઝીટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી થતા 6 ફાયદાઓ જણાવ્યાં છે, જે આ મુજબ છે –

લિક્વિડિટી : ગોલ્ડ બોન્ડ ઇશ્યુ થયાના 15 દિવસમાં સ્ટોક એક્સચેંજ પર ગોલ્ડ લિક્વિડિટીને આધિન બને છે.

ગેરંટીડ રીટર્ન : ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.

ટેક્સમાંથી બાદ મળે છે : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.

લોનની સુવિધા: ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.

GST અને મેકિંગ ચાર્જીસમાંથી મુક્તિ : ડીઝીટલ ગોલ્ડ બોન્ડમાં ફીઝીકલ ગોલ્ડમાં લાગતા GST અને મેકિંગ ચાર્જીસ લાગુ પડતા નથી.

સોનું સાચવવાની ઝંઝટ નહી : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">