Yummy Recipes : આજે જ ઘરે બનાવો આ હેલ્ધી Stuffed Idli અને માણો સ્વાદ

બહારનું ખાવાનું હાલમાં ટાળવું જોઇએ માટે જ અમે તમારા માટે રોજ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી લઇને આવીએ છીએ.

Yummy Recipes : આજે જ ઘરે બનાવો આ હેલ્ધી Stuffed Idli અને માણો સ્વાદ
સ્ટફ્ડ ઇડલી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 01, 2021 | 4:14 PM

કોરોનાના આ કપરા કાળમાં લોકોએ ઘરે જ રહીને પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઇએ અને બહારનું ખાવાનું હાલમાં ટાળવું જોઇએ માટે જ અમે તમારા માટે રોજ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી લઇને આવીએ છીએ.

આજે આપણે એક તદ્દન નવી અને સ્વાદિષ્ટ એવી ફાસ્ટ ફૂડ રેસીપી શીખવા જઈ રહ્યા છીએ. આ ફાસ્ટ ફૂડ  રેસીપી એ સ્ટફ ઈડલીની (Stuffed Idli) છે, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે. આપ ખુબ જ સરળતાથી આ ઈડલી જાતે ઘરે જ બનાવી શકો છો. સ્ટફડ ઈડલી બનાવવી ખુબજ સરળ છે. આપ કોઈ પણ સમયે આવશ્યક સામગ્રીઓની મદદથી આપના પરિવારજનો અને બાળકો માટે ઈડલી બનાવી શકો છો. બાળકોને તો આ વાનગી જોઇને મજ્જો પડી જશે.

સ્ટફડ ઈડલી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

જરૂર અનુસાર ઈડલીનું ખીરું (idli batter).

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

૫૦ ગ્રામ તુવેર દાળ (split red gram).

૧ ચમચી છીણેલ તાજું નારીયેલ (grated coconut).

અન્ય સામગ્રીઓ:

૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ (ginger-garlic-chili paste).

૧ ચમચી વરીયાળી (fennel seeds).

૧ ચમચી તલ (sesame seeds).

૧/૮ ચમચી હળદર પાવડર (turmeric powder)

૧ ચમચી ખાંડ (sugar)

૧/૨ ચમચી લીંબુનો રસ (lemon juice)

નમક સ્વાદ અનુસાર (salt)

૧ ચમચી તેલ (oil)

સજાવટ માટે:

તાજી નારિયેળની ચટની (coconut chutney)

સ્ટફડ ઈડલી બનાવવાની રીત:

સૌ પ્રથમ  કડાઇ ગરમ થવા મૂકી, તેમાં તલ, વરીયાળી નાંખી તેને તડતડવા દો. ત્યારબાદ તેમાં આદું-લસણ-મરચાં પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો.

હવે તેમાં ક્રશ કરેલ તુવેર દાળ, હળદર પાવડર, નમક, ખાંડ નાંખી થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તુવેર દાળ સરખી રીતે પાકી જાય ત્યાં સુધી તેને પકાવો.

હવે તેમાં તાજું નારિયેળનું છીણ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી આ સ્ટફીંગને બાઉલમાં લઇ લો અને એકબાજુ ઠંડું થવા મૂકી દો.

જયારે સ્ટફીંગ ઠંડું થઇ જાય ત્યારે તેમાંથી નાની સાઈઝની ટીક્કી બનાવી લો. હવે ઈડલી મોલ્ડ તેલ વડે ગ્રીસ કરી, તેમાં ઈડલીનું ખીરું ઉમેરી દરેક પર ટીક્કી મુકો.

હવે ફરીથી થોડું ખીરું ઉમેરી આ મોલ્ડને ઢાંકી દઈ ઈડલીને ૧૦-૧૨ મિનીટ સુધી પકાઓ. ૧૦-૧૨ મિનીટ બાદ ગેસ બંધ કરી દો અને મોલ્ડને સ્ટીમર માંથી બહાર કાઢી લો. તેને થોડી વાર માટે ઠંડું પડવા દો.

હવે સ્ટફડ કચોરી ઈડલીને અન-મોલ્ડ કરી તેને તાજી નારિયેળની ચટની સાથે સર્વ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">