Yummy Recipes: ફોલો કરો અમારી રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ દહીંના કબાબ

અમે તમારા માટે રોજ એક નવી રેસીપી લઇને આવ્યે છીએ. આજે આપણે બનાવતા શીખીશું દહીંના કબાબ, આ એક સ્ટાર્ટર ડિશ છે

Yummy Recipes: ફોલો કરો અમારી રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ દહીંના કબાબ
દહીંના કબાબ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 10, 2021 | 7:19 AM

Yummy Recipes: કોરોનાના સમયમાં જ્યારે મોટાભાગના શહેરો અને રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતી છે ત્યારે તમે ઘરે રહીને જ સારી સારી વાનગીઓ બનાવી શકો તે માટે અમે તમારા માટે રોજ એક નવી રેસીપી લઇને આવ્યે છીએ. આજે આપણે બનાવતા શીખીશું દહીંના કબાબ, આ એક સ્ટાર્ટર ડિશ છે અને આને નાસ્તામાં પણ પિરસી શકો છો. દહીંના કબાબ બનાવવા એકદમ સરળ છે. તમે ઘરે રહેલી વસ્તુઓમાંથી પણ તેને બનાવી શકો છો. તો ચલો જોઇએ કઇ રીતે બને છે દહીંના કબાબ.

દહીંના કબાબ બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

100 ગ્રામ ટાંગેલું દહીં (hung curd) 3 ચમચી કોર્ન ફ્લોર (corn flour) 1 ચમચી સમારેલ ડુંગળી (onion) 1 ચમચી બ્રેડ ક્રમબ (bread crumbs)

અન્ય સામગ્રીઓ:

1 ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ (ginger-chili-garlic paste) 1/2 ચમચી લાલ મરચું પાવડર (red chili powder) 1 ચમચી કોથમીર (coriander leaves) નમક સ્વાદ અનુસાર (salt) 1/8 ગરમ મસાલો (garam masala) ક્બાબને તળવા માટે તેલ (oil)

દહીંના કબાબ બનાવવાની રીત:

સૌ પ્રથમ ટાંગેલા દહીને એક બાઉલમાં લો. ધ્યાન રાખો કે તેમાં થોડું પણ પાણી ન હોવું જોઈએ. તેમાં લાલ મરચું પાવડર, નમક, કોથમીર અને સમારેલ ડુંગળી ઉમેરો. હવે તડકા માટેની કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ લઇ તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી થોડી સેકન્ડ માટે સાંતડો. હવે આ તડકાને દહીંમાં ઉમેરો અને સરખી રીતે મિક્ષ કરો. હવે તેમાં બ્રેડ ક્રમબ ઉમેરો જેથી પાણી શોષાય જશે અને તેનું મિક્ષ્ચર લોટની જામ બાંધી શકાય તેવું બની જશે. હવે તેમાંથી નાની નાની ટીક્કી અથવા કબાબ બનાવી લો અને તેને કોર્ન્ફ્લોરમાં રગદોળી લો. હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ટિક્કી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લો, હવે આ ટિક્કીને સર્વિંગ પ્લેટમાં લઇ ડુંગળી, લીંબુ અને કોથમીરની ચટની સાથે સર્વ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">