કેમ મરચાં એટલા તીખા હોય છે કે ખાતા જ આંખોમાં આવી જાય છે પાણી ? જાણો તેના વિશે

જ્યારે પણ મરચાંના તીખાપણાનો અનુભવ થાય છે ત્યારે પાણી પીવાથી એ બળતરા શાંત નથી થતા કારણ કે કૈપ્સાઇલિન પાણીમાં ભળતુ નથી. એટલે જ મરચાની બળતર પાણીથી શાંત નથી થતી.

કેમ મરચાં એટલા તીખા હોય છે કે ખાતા જ આંખોમાં આવી જાય છે પાણી ? જાણો તેના વિશે
Why is chilli so hot and spicy ?

ખાવાનું બનાવતી વખતે લાલ અને લીલા બંને મરચાંનો (Chilli) ઉપયોગ કરવામાં આવે છે. વળી ભારતમાં તો મરચાં વગર રસોઇ બનતી જ નથી. મરચાંનું તીખાપણું તમારી રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે. મરચાં લાલ હોય કે લીલા તેનો સ્વાદ હંમેશા તીખો જ હોય છે. એટલો તીખો કે ખાધા બાદ મોઢુ બળવા લાગે અને આંખોમાંથી પાણી આવી જાય. જો ક્યારે વધારે મરચાં ખવાઇ જાય તો પેટમાં બળતરા પણ થાય છે.

કેટલીક વાર તો મરચાંને કાપવાથી જ હાથમાં બળતરા થવા લાગે છે. ત્યારબાદ તમે કેટલી વાર સુધી પાણીમાં હાથ બોળી રાખશો તો પણ તે બળતરા બંધ નહી થાય. શું તમે પણ ક્યારે વિચાર્યુ છે કે આ મરચાં તીખા કેમ હોય છે ? અને પાણીથી પણ કેમ તેનું તીખાપણું શાંત નથી થતું ?

કેમ મરચાં તીખા હોય છે ?

મરચાંમાં કૈપ્સાઇસિન નામનું કંપાઉન્ડ હોય છે જે તીખાપણા માટે જવાબદાર હોય છે. કૈપ્સાઇસિન મરચાંના વચ્ચેના ભાગમાં હોય છે જે તેને તીખા અને ગરમ પ્ર્કૃતિના બનાવે છે. કૈપ્સાઇસિન જીભ અને ત્વચા પર જોવા મળતી નસો પર પોતાની અસર છોડે છે. સાથે જ કૈપ્સાઇસિન લોહીમાં સબ્સટેંસ પી નામનું કેમિકલ રિલીઝ કરે છે જે મગજમાં જલન અને ગરમીનું સિગ્નલ આપે છે. આજ કારણ છે કે મરચાંને ખાધા બાદ અથવા તો સ્કિન પર મરચાં લાગવાથી વ્યક્તિને જલન અને ગરમીનો અનુભવ થાય છે.

પાણીથી શાંત નથી થતી જલન

જ્યારે પણ મરચાંના તીખાપણાનો અનુભવ થાય છે ત્યારે પાણી પીવાથી એ બળતરા શાંત નથી થતી કારણ કે કૈપ્સાઇલિન પાણીમાં ભળતુ નથી. એટલે જ મરચાની બળતર પાણીથી શાંત નથી થતી. જલનને શાંત કરવા માટે દૂધ, દહીં, મધ અથવા તો ખાંડનો ઉપયોગ કરવો.

આ લોકોએ ન ખાવા જોઇએ મરચાં

– વધુ મરચાં ખાવાથી અસ્થમાનો એટેક આવી શકે છે. એટલે જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે મરચાંના સેવનથી બચવું.
– અલ્સરના દર્દીઓએ મરચાંનું સેવન કરવુ નહીં.
– પાઇલ્સની સમસ્યાથી હેરાન લોકોએ પણ મરચાંના સેવનથી બચવું જોઇએ.
– લીલા મરચાંનું વધુ પડતુ સેવન ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારે છે.

 

આ પણ વાંચો –

Surat : સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 12 અત્યાધુનિક વેન્ટિલેટર લાવવામાં આવ્યા, ત્રીજી લહેરની સંભાવનાના ભાગરૂપે તૈયારી શરૂ

આ પણ વાંચો –

વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

આ પણ વાંચો –

કાબુલમાં યુક્રેનનું વિમાન થયુ હાઇજૈક, પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવા પહોંચ્યુ હતુ અફઘાનિસ્તાન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati