કોણ કહે છે કે, ઘી ફક્ત ચરબી જ વધારે છે ? ઘી ખાવાના આ છે બીજા ફાયદાઓ !

Who says ghee is only high in fat? These are the other benefits of eating ghee!

જો તમે એવું વિચારતા હોવ કે ઘી ફક્ત ચરબી અને હ્ર્દયરોગને આમંત્રણ આપવાનું જ કામ કરે છે તો તમારી ભુલ છે. જો કે આ વાત તદ્દન સાચી નથી. સૌથી જરૂરી વાત એ જોવી જોઈએ કે તમે કેવું ઘી ખાઈ રહ્યા છો ? કેટલુ ખાઈ રહ્યા છો અને એ ઘી પચાવવા માટે તમે કેટલા એક્ટિવ છો ?

જાણો ઘી શરીર માટે કેમ છે જરૂરી ?
નિષ્ણાંત ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ભારત માટે ઘી વારસારૂપ છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે. યાદશકિત તેજ કરે છે. કબજિયાતથી પરેશાન લોકોને ફાયદાકારક છે. દિલને સ્વસ્થ રાખે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે.

READ  Navsari: 8 years on! Over bridge lying on paper only in Bilimora -Tv9 Gujarati

વિટામિન ડીનું શોષણ શરીરમાં થઈ શકે તે માટે ઘી ને ડાયેટમાં જરૂર સામેલ કરો. ડાયાબીટીસ અને બ્લડ સુગરને ઘટાડે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાથી એન્ટી એજિંગનું કામ કરે છે.

કયુ ઘી વાપરશો ?
દૂધની મલાઈમાંથી તૈયાર કરેલું દેશી ઘી સૌથી બેસ્ટ છે. તે એટલા માટે ફાયદાકારક છે કારણ કે તે ગાયના દૂધમાંથી બને છે. ગાયના ખોરાકમાં મોટા ભાગે લીલા શાકભાજી, પાંદડા સામેલ હોય છે એટલે તેમાંથી બનેલું ઘી સૌથી શ્રેષ્ઠ છે. તે ઉપલબ્ધ ન હોય તો ભેંસના દૂધમાંથી બનેલું ઘી પણ વાપરી શકો છો. સૌથી જરૂરી વાત એ છે કે એ ઘી મલાઈ પકવીને બનાવેલું ન હોય.

READ  તસ્કરો પાસેથી મળ્યું 3 કરોડનું ઘુવડ અને 2 કરોડનો બે મોઢા વાળો સાંપ,જાણો કયા ઉપયોગમાં આવે છે આ જીવ

ઘી કેવી રીતે ફાયદાકારક ?

1). ત્વચાને ચમકદાર બનાવે.
2). યાદશક્તિ તેજ કરે છે.
3). વિટામિન ડી નો સ્ત્રોત છે.
4). સાંધાને મજબૂત બનાવે છે.
5). તેનાથી ઊંઘ સારી આવે છે.
6). એન્ટી ઓક્સીડેન્ટનું કામ કરે છે.
7). મેટાબોલિક ડિસઓર્ડરનું રિસ્ક ઘટાડે છે.
8). રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

શુદ્ધ ઘી ને કોઈપણ સ્વરૂપમાં લઈ શકાય છે. ઘી નો ઉપયોગ ડીપ ફ્રાય કરવા, વઘાર કરવા, દાળ રોટલીમાં, પરાઠા બનાવવામાં કરી શકાય છે. પંજા અને માથા પર લગાવવાથી તે આરામ આપે છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

READ  મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

આ પણ વાંચોઃબાળકોની હાઈટ વિશે સતાવી રહી છે ચિંતા ? વાંચો આ લેખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments