સંશોઘનમાં થયુ સાબિત, ડાર્ક ચોકલેટ વધારી શકે છે ઈમ્યુનિટી

Research has shown that dark chocolate can boost immunity

શું તમે એ વાત માનવા તૈયાર થશો કે કોરોના સામે રક્ષણ મેળવવા તમે ઉકાળાની જગ્યાએ હવે ચોકલેટ પણ ખાઈ શકો છો, કારણ કે ચોકલેટ તમારા શરીરમાં ઇમ્યુનીટી બુસ્ટરનું કામ કરે છે. એક શોધમાં એવું બહાર આવ્યું છે કે મર્યાદિત માત્રામાં ચોકલેટ ખાવામાં આવે તો તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બની શકે છે.

એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બે અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ઑસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં એક શોધ અનુસાર પણ ચોકલેટનું સેવન કરવું માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય.

READ  સુરત: કોરોનાથી બચવા વિઘ્નહર્તા આપી રહ્યા છે સંદેશ

હૃદય માટે ફાયદાકારક હોય છે ચોકલેટ
અત્યારસુધી આપણે હૃદય માટે ફાયદાકારક હોય એવી ઘણી વસ્તુઓ વિશે જાણ્યું છે. પણ ચોકલેટ પણ હૃદય માટે તેટલી જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યૂરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. તે બ્લડપ્રેશરનું જોખમ પણ ઓછું કરે છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું વધારે પડતું સેવન પણ ન કરવું જોઈએ. વધારે ચોકલેટ ખાવાથી તમારા દાંતને નુકશાન પણ થઈ શકે છે.

READ  સુરત: ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઘર્ષણ, ગાડી રોડ પર ફેંકી સળગાવાની કરી કોશિશ

 

વધતી ઉંમરની અસરને ટાળી શકે છે ચૉકલેટ
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે. આ સાથે જ ચોકલેટ ખાવાથી જો તમારો મૂડ ખરાબ હોય તો એ પણ સુધરી શકે છે.

આમ તો નાના મોટા સૌ કોઈને ચોકલેટ ખાવાનું પસંદ છે. પણ તેને જંકફૂડ માનીને સૌ કોઈ ચોકલેટથી દૂર રહેવા માંગે છે, જોકે ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જુનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે ચોકલેટ બનાવવામાં આવતું કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યું હતું.

READ  VIDEO: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો સુરતનો એક VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાહેરમાં થઈ રહ્યું છે દેશી દારૂનુ વેચાણ

 

આ પણ વાંચોઃકોણ કહે છે કે, ઘી ફક્ત ચરબી જ વધારે છે ? ઘી ખાવાના આ છે બીજા ફાયદાઓ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments