Yummy Recipes : આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ Sweet Corn Bread Rolls

આ રોલ્સ મકાઈ, બ્રેડ, ડુંગળી અને અન્ય સામગ્રીઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. આ એક ઝડપથી બની જતી રેસીપી છે

Yummy Recipes : આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ Sweet Corn Bread Rolls
Sweet Corn Bread Rolls
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 06, 2021 | 3:29 PM

સ્વીટ કોર્ન બ્રેડ રોલ ( Sweet Corn Bread Rolls) એ અત્યંત સ્વાદિષ્ટ અને લહેજતદાર એવી રેસીપી છે, જેને નાસ્તાં સમયે અથવા તો ભોજન સાથે પણ સર્વ કરી શકાય છે. આ રોલ્સ મકાઈ, બ્રેડ, ડુંગળી અને અન્ય સામગ્રીઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. આ એક ઝડપથી બની જતી સ્નેક રેસીપી છે. જેને બર્થડે પાર્ટી કે અન્ય કોઈ પ્રસંગ પર સર્વ કરી શકાય છે. આ બ્રેડ રોલ્સને તમે મહેમાનો માટે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. સામાન્ય રીતે સ્વીટ કોર્ન બ્રેડ રોલ્સને ટોમેટો કેચપ સાથે સર્વ કરવામાં આવે છે, પરંતુ આપ આ રોલ્સને આપની કોઈ પણ મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

સ્વીટ કોર્ન બ્રેડ રોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રી:

મુખ્ય સામગ્રી:

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

૬ બ્રેડ (bread slices)

૧ કપ બાફેલા અને અધકચરા ક્રશ કરેલી મકાઈ (half crushed sweet corn)

૧ મોટી સમારેલી ડુંગળી (onion)

અન્ય સામગ્રીઓ:

બ્રેડ પલાળવા માટે પાણી (water)

૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ (ginger-garlic-chili paste)

પાણીમાં ૧ ચમચી ઓગળેલો કોર્નફલોર

નમક સ્વાદ અનુસાર (salt)

૧/૨ ચમચી મરી પાવડર (pepper powder)

૧ ચમચી તેલ (oil)

પાણી જરૂર અનુસાર (water)

તળવા માટે તેલ (oil)

સજાવટ માટે:

થોડી સમારેલી કોથમીર (coriander leaves)

ટોમેટો કેચપ (tomato ketchup)

સ્વીટ કોર્ન બ્રેડ રોલ્સ બનાવવાની રીત:

સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરો, તેમાં ડુંગળી, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી ૧ મિનીટ સુધી સાંતળી લો.

હવે તેમાં ક્રશ કરેલી મકાઈ નાંખી તેમાં નમક અને મરી પાવડર નાંખી સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં કોર્નફલોર અને પાણી વાળું મિક્ષ્ચર નાંખી મિક્ષ કરી, ઉકળવા દો.

જયારે આ મિશ્રણ ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી ઠંડુ પડવા દો અને ઠંડું પડી ગયા બાદ તેનો લોટ બાંધી લો. હવે બધી જ બ્રેડની કિનારી કાપી લો.

હવે બ્રેડને રોલિંગ પીનની મદદથી રોલ કરી બધી જ બ્રેડને પાણીમાં પાલડી, વધારાનું પાણી હથેળી વડે પ્રેસ કરી કાઢી લો.

ત્યારબાદ મકાઈના લોટમાંથી થોડોક લોટ લઇ એક બ્રેડની વચ્ચે મુકો અને હાથ વડે દબાવી બધી જ સાઈડથી પેક કરી દો.

હવે તળવા માટે તેલ ગરમ કરી, બધા જ રોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને બહાર કાઢી લઇ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">