Yummy Recipes : કોરોના કાળમાં ઘરે જ બનાવો બજાર કરતાં સ્વાદિષ્ટ અને હેલ્ધી બર્ગર

કોરોનાના આ સમયમાં જ્યારે કેટલાક શહેરોમાં લોકડાઉન છે તો કેટલીક જગ્યાએ પ્રતિબંધ અને નાઇટ કર્ફ્યુ છે, તેવા સમયમાં તમે ઘરે જ રહીને સારી સારી વાનગીઓ બનાવી શકો છો.

Yummy Recipes : કોરોના કાળમાં ઘરે જ બનાવો બજાર કરતાં સ્વાદિષ્ટ અને હેલ્ધી બર્ગર
વેજ બર્ગર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 29, 2021 | 4:12 PM

કોરોનાના આ સમયમાં જ્યારે કેટલાક શહેરોમાં લોકડાઉન છે તો કેટલીક જગ્યાએ પ્રતિબંધ અને નાઇટ કર્ફ્યુ છે, તેવા સમયમાં તમે ઘરે જ રહીને સારી સારી વાનગીઓ બનાવી શકો છો. અમારા પેજ અને વેબ સાઇટને ફોલો કરો અને રોજ એક સ્વાદિષ્ટ વાનગી બનાવવાની રીત જાણો.

આજે આપણે વેજ બર્ગર (Veg Burger) બનાવતા શીખીશું. આ બર્ગર બનાવવું ઘણું જ સરળ છે. જેથી આપ આસાનીથી આ બર્ગર કોઈ બર્થ ડે પાર્ટી, કોઈ ખાસ તેહવાર કે સામાન્ય દિવસોમાં આપના બાળકો માટે બનાવી શકો છો. આ બર્ગર બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ બજારમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય તેવી જ છે. ઉપરાંત બાળકો માટે એક હેલ્થી ડીશ બનાવવા માટેનો ઉત્તમ વિકલ્પ હોવાથી આ ડીશ અચૂકપણે અપનાવવા જેવી છે. તાજી શાકભાજીઓમાંથી બનાવવામાં આવેલ આ બર્ગર એક ઉત્તમ લંચ બોક્ષ રેસીપી પણ છે.

વેજ બર્ગર (Quick Veg Burger) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

૧ કપ બાફેલા અને મેશ કરેલા બટાટા (potatoes)

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

૧/૪ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ (capsicum)

૧/૪ કપ ફ્રોઝન અને થોડા બ્લેંચ કરેલા વટાણા (frozen and blenched peas)

૧/૪ કપ બ્લેન્ચ્ડ ગાજર (carrots)

૧/૪ કપ મકાઈના દાણા (corn)

૧ બર્ગર બન (burger bun)

અન્ય સામગ્રીઓ:

૧/૨ ચમચી ચાટ મસાલો (chaat masala)

૧/૪ ચમચી મરી (black pepper)

થોડા મિક્ષ હર્બ્સ (mixed herbs)

થોડું મેયોનીઝ (mayonnaise)

૧ બ્રેડ માટેનું બ્રેડ ક્રમબ (bread crumbs)

કાકડીની ૩ સ્લાઈસીસ (3 slices of cucumber)

ટામેટાની ૩ સ્લાઈસીસ (3 slices of tomatoes)

કોબીજના ૨ પાંદડા (leaves of cabbage)

થોડો ટોમેટો કેચપ (tomato ketchup)

માખણ (butter)

ચીઝના ૩ સ્લાય્સ (3 slices of cheese)

નમક સ્વાદ અનુસાર (salt)

શેકવા માટે તેલ (oil)

વેજ બર્ગર બનાવવાની રીત:

એક મોટો બાઉલ લઇ તેમાં બટાટા, મકાઈ, ગાજર, લીલા વટાણા, કેપ્સીકમ, ચાટ મસાલો, મરી, નમક ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં થોડું બ્રેડ ક્રમબ ઉમેરી ફરીથી મિક્ષ કરી લો.

આ મિક્ષ્ચરમાંથી મોટા કદની પેટીસ બનાવી લો. આ મિશ્રણમાંથી ૩ પેટીસ બનશે. હવે કડાઈમાં તેલ ગરમ કરી, બ્રેડ ક્ર્મ્બને એક ડીશમાં લો. હવે તેમાં પેટીસને રગદોળી, તેને શેકવા માટે કડાઈમાં નાખો.

તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી બહાર કાઢી લો અને કડાઇમાંથી વધારાનું તેલ બહાર કાઢી લો. હવે બર્ગર બનને વચ્ચેથી કાપી લો.

હવે તે જ કડાઈમાં બર્ગર બનને શેકી બહાર કાઢી લો. હવે બર્ગર બન પર થોડું માખણ લગાવી, નીચેના ભાગમાં થોડા હર્બ્સ છાંટી દો.

હવે તેના પર ટોમેટો કેચપ લગાવી તેને પર કોબીજનું એક પાંદડુ મુકો. ત્યારબાદ તેના પર એક પેટીસ મુકો. હવે પેટીસ પર ૧ ટામેટાની અને ૧ કાકડીની સ્લાઈસ મુકો.

હવે તેના પર એક ચીઝની સ્લાઈસ મૂકી, ઉપરના બન પર મેયોનીસ લગાવી, હર્બ્સ છાંટી દો. અંતે ઉપરના બનને ચીઝની સ્લાઈસ પર મૂકી સર્વ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">