Yummy Recipes : ફોલો કરો અમારી રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી બફવડા

આ પેટીસને નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો કો, સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છે અને સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. 

Yummy Recipes : ફોલો કરો અમારી રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી બફવડા
બફવડા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 06, 2021 | 7:44 PM

બફવડા (Buff Vada), જે સામાન્ય પેટીસ કરતા થોડા અલગ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. જે લોકોને પેટીસ ખાવી ગમતી હશે, તે લોકોને આ બફવડા ચોક્કસપણે પસંદ પડશે. ખાસ કરીને બાળકોને તો આ વડા ચોક્કસપણે ભાવશે જ. આ બફવડાને અનેક રીતે સર્વ કરી શકાય છે. જેમ કે આપ તેને નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો કો, સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છે અને સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો.

બફવડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

૧ ચમચી શેકેલા બી (roasted peanuts)

૧ ચમચી શેકેલા તલ (roasted sessame seeds)

૧ ચમચી શેકેલ વરીયાળી (roasted fennel seeds)

૧ ચમચી કાજુ (cashew nuts)

૧ ચમચી બદામ (almonds)

૧ ચમચી કીસમીસ (kismis)

૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ (ginger-chili paste)

૧ ચમચી દળેલી ખાંડ (powdered sugar)

૧ ચમચી નારીયેલનું ખમણ (coconut)

૧ ચમચી લીંબુનો રસ (lemon juice)

૧ ચમચી કોથમીર (coriander leaves)

નમક સ્વાદ અનુસાર (salt)

અન્ય સામગ્રીઓ:

૩ મોટા બાફેલા બટાટા (boiled potatoes)

૪ ચમચી તપકીર અથવા કોર્નફલોર (corn flour)

નમક સ્વાદ અનુસાર (salt)

તળવા માટે તેલ (oil)

બફ વડા બનાવવાની રીત:

સૌ પ્રથમ ૩ મોટા બટાટાને સ્મેશ કરી એક બાઉલમાં લઇ લો. હવે તેમાં જરૂર અનુસાર નમક, કોર્નફલોર ઉમેરી મિક્ષ કરી લોટની જેમ બાંધી લો.

હવે સ્ટફીંગ બનાવી લો. સ્ટફીંગ બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં શેકેલા બી, તલ, વરીયાળી, કાજુ અને બદામ ઉમેરી તેને ક્રશ કરી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઇ લો.

હવે તેમાં બાફેલા બટાટા, નમક, લીંબુનો રસ, આદું-મરચાંની પેસ્ટ, દળેલી ખાંડ, કોથમીર, કીસમીસ, સુકું નારીયેલ ઉમેરી મિક્ષ કરી લો.

આ સ્ટફીંગમાંથી નાના બોલ્સ બનાવી લો. હવે અગાઉ બનાવેલા બટાટાના મિક્ષ્ચરમાંથી થોડુ મિક્ષ્ચર લઇ તેને પુરીની જેમ વણી લો. હવે તેની એકદમ વચ્ચે એક સ્ટફીંગ બોલ મૂકી તેને સરખી રીતે પેક કરી લો.

હવે આ રીતે બધાજ વડા બનાવી તપકીરમાં રગદોળી લો. ધ્યાન રાખો કે તેના પર સરખી રીતે તપકીર ચોંટી જાય. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો.

જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે વાળાને તેમાં નાંખી લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઇ આંબલીની ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">