Lifestyle : નવરાત્રીમાં આ ફૂડનું કરો સેવન, ઉપવાસ પણ નહીં તૂટે અને હેલ્ધી રહેશો

ઉપવાસના ઘણા ફાયદા છે. ઉપવાસ કરવાથી મન સંતુલિત રહે છે અને એક શિસ્ત પોતે જ આવે છે. ઉપવાસ માટે કડક નિયમોનું પાલન કરવું પડે છે. ઉપવાસ કરવાની ઘણી રીતો છે.

Lifestyle : નવરાત્રીમાં આ ફૂડનું કરો સેવન, ઉપવાસ પણ નહીં તૂટે અને હેલ્ધી રહેશો
Lifestyle Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 4:14 PM

દેશમાં તહેવારોની (Festivals) મોસમ આવી ગઈ છે. ધાર્મિક તહેવારોમાં આસ્થા ધરાવતા લોકો આ તહેવારની સિઝન માટે આખું વર્ષ રાહ જુએ છે. થોડા દિવસો પછી નવરાત્રિનું આગમન થવાનું છે. પછી દિવાળી, છઠ જેવા ઘણા ઉપવાસના પણ તહેવારો છે જેમાં ભક્તો ઉપવાસ (Fast) રાખે છે.

ઉપવાસના ઘણા ફાયદા છે. ઉપવાસ કરવાથી મન સંતુલિત રહે છે અને એક શિસ્ત પોતે જ આવે છે. ઉપવાસ માટે કડક નિયમોનું પાલન કરવું પડે છે. ઉપવાસ કરવાની ઘણી રીતો છે. કેટલાક લોકો નવરાત્રિમાં નવ દિવસ સુધી કંઈપણ ખાધા વગર ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક લોકો માત્ર પાણી કે જ્યુસ પીને ઉપવાસ કરે છે. જ્યારે મોટાભાગના લોકો માત્ર ફળો અને પાણી પર જ જીવે છે.

પરંતુ ફળો, દૂધ કે પાણીના સંતુલનના અભાવને કારણે, કેટલાક લોકોને સમસ્યા થાય છે, તેઓ ભૂખથી પરેશાન થવા લાગે છે. ઉપવાસ દરમિયાન ખોરાકનું એક ધોરણ નક્કી કરવું જોઈએ જેથી વ્યક્તિને પોષક તત્વોનો અભાવ ન રહે અને નિયમોનું પણ યોગ્ય રીતે પાલન થઈ શકે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉપવાસ દરમ્યાન ખોરાકમાં ખારું ખાઈ નથી શકતા. પરંતુ ફક્ત મીઠી વસ્તુઓનું જ સેવન કરી શકીએ છીએ. જેથી કેટલીક મીઠાઈઓ અથવા મીઠી વસ્તુઓ છે જેનું તમે ઉપવાસ દરમ્યાન પણ સેવન કરી શકો છો. જે તમને સ્વાદમાં પણ સારી લાગશે અને તમને એનર્જી પણ સારી આપશે.

કેળા અને અખરોટનો મિલ્ક શેક ઉપવાસ દરમિયાન આરોગ્યપ્રદ ખોરાક બની શકે છે. આ માટે બ્લેન્ડરમાં કેળા, દૂધ, અખરોટ અને મધ એકસાથે નાખીને તેને થોડા સમય માટે બ્લેન્ડ કરો. તમે તમારા સ્વાદ અનુસાર મધ ઉમેરી શકો છો. પછી તેને શેક તરીકે સર્વ કરો.

આ બનાવવા માટે તમારે ચાર વસ્તુઓની જરૂર પડશે. પીનટ બટર, મધ, નાળિયેરનો પાઉડર અને નાળિયેર. સૌ પ્રથમ મધ અને પીનટ બટરને સારી રીતે મિક્સ કરો. આ પછી તેમાં નાળિયેરનો લોટ ઉમેરો. પછી તમારા અનુસાર એક બોલ બનાવો અને તેના પર નાળિયેરની ભૂકી ચોંટાડો. હવે તેને થોડા સમય માટે ફ્રિજમાં મૂકી દો. તેને ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ સર્વ કરો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Health : હાર્ટ એટેક અને કાર્ડિયાક એટેક વચ્ચે શું છે તફાવત ? ઇમરજન્સીમાં કેવી રીતે કરશો ઈલાજ ?

આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">