આજથી જ તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરો અને ફાયદા જાતે જ અનુભવો

Start drinking water in a copper pot today and experience the benefits for yourself

ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરા છે. તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને બીજે દિવસે સવારે પાણી પીવું. તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી એવું ખનીજ પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને કેટલાંય શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તાંબુ બેક્ટેરિયાનાશક પણ છે.

આયુર્વેદમાં આ વાતનો ઉલ્લેખ છે કે, કોઇપણ તાંબાના વાસણમાં કમ સે કમ, આઠ કલાક પાણી ભરીને રાખ્યા બાદ, તે પાણી પીવાથી આપણા શરીર ઉપર તેની ખૂબ સારી અસર થાય છે, અને રોગ આપણાં શરીરથી ચાર ગાઉ દૂર રહે છે. તાંબુ શરીરથી કફ, પિત્ત અને વાતને દૂર રાખે છે તેમજ શરીરમાં પાણીના લેવલને પણ બનાવી રાખે છે.

 

તાંબું પાચનક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે, જો શરીરની પાચનશક્તિ મજબૂત હોય, તો શરીરની ચરબી આપોઆપ ઘટતી હોય છે. તેથી પાચનશક્તિ મજબૂત બનાવવી હોય, અને વજન ઘટાડવું હોય તો, તાંબાના વાસણમાં પાણી જરૂર પીવું જોઇએ. જેને આર્થરાઇટીસની તકલીફ હોય તેને માટે પણ તાંબાના, વાસણમાં રહેલું પાણી લાભદાયી છે. જેને ઔથાઇરોઇડની તકલીફ છે, તે લોકોએ પણ તાંબાના વાસણમાં, રાખેલું પાણી ચોક્કસ પીવું જોઇએ. તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કાર્ય પણ કરે છે, અને કોલેસ્ટરોલ ઘટાડવાનું કાર્ય પણ કરે છે.

READ  Junagadh : 2 died during treatment of swine flu in Rajkot

પરંતુ કેટલાક એવા પીણાં અને ખાદ્ય પદાર્થ છે, જેનું સેવન ભૂલથી પણ તાંબાના ગ્લાસ, અથવા વાસણમાં ન કરવું જોઇએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો, તે પીણા અને વસ્તુઓ વિશે જેને તાંબાના વાસણમાં ખાવા-પીવાનું ટાળવું જોઇએ.

છાશ પીવાનું ટાળો
છાશ દહીંમાંથી તૈયાર થાય છે અને દહીં તથા છાશનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પરંતુ જ્યારે તમે તાંબાના ગ્લાસમાં છાશ પીઓ છો ત્યારે સ્વાસ્થ્યને ફાયદો પહોંચવાની જગ્યાએ તમને કેટલાય પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. છાશમાં રહેલાં ગુણ તાંબા સાથે મળીને રિયેક્ટ કરી શકે છે. તાંબાના ગ્લાસમાં જ્યારે તમે છાશ નાંખો છો અને તેને થોડીવાર તેમાં જ રહેવા દો છો તો છાશમાં રહેલાં ગુણોનું અસ્તિત્ત્વ ઘટી જાય છે જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઇ લાભ પહોંચતો નથી.

READ  Bike catches fire at Gulbarga petrol pump, Bangalore - Tv9 Gujarati

ખાટી વસ્તુઓને તાંબામાં ન રાખશો
ખાટી વસ્તુઓ જેવી કે કોઇ કાપેલું ખાટું ફળ, અથાણું, સોસ, ઘરની બનેલી ચટણી, મુરબ્બો વગેરેને તાંબાના વાસણમાં રાખવાનું ટાળો. આ પ્રકારની ખાટી વસ્તુઓ તાંબા સાથે મળીને રિયેક્શન કરી શકે છે. તેનાથી તમને ઉલ્ટી, ઉબકાની સમસ્યા, વિકનેસનો અનુભવ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. મોડા સુધી આ ખાટી વસ્તુઓને જ્યારે તમે તાંબાના વાસણમાં રાખી મુકો છો અને ખાઓ છો ત્યારે તમને કોપર પૉઇઝનિંગની સમસ્યા પણ થઇ શકે છે.

લીંબૂ પાણી તાંબાના ગ્લાસમાં પીવાનું ટાળો
મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સવારે લીંબૂ પાણી પીતા હોય છે. પરંતુ, તાંબાના ફાયદા મેળવવા માટે જો તમે લીંબૂ પાણીને કૉપર ગ્લાસમાં નાંખીને પીઓ છો તો તે નુકશાનકારી સાબિત થઇ શકે છે. લીંબૂમાં એસિડ હોય છે. આ એસિડ તાંબાની સાથે મળીને સ્વાસ્થ્ય પર ઊંધી અસર કરી શકે છે. તાંબાના ગ્લાસમાં લીંબૂ પાણી પીવાથી તમને ગેસ, પેટનો દુખાવો, ઉલ્ટી વગેરે જેવી સમસ્યા શરૂ થઇ શકે છે.

READ  આટલું ધ્યાન રાખો અને એસીડીટીને હંમેશા માટે કહો અલવિદા

 

આ પણ વાંચોઃકોણ કહે છે કે, ઘી ફક્ત ચરબી જ વધારે છે ? ઘી ખાવાના આ છે બીજા ફાયદાઓ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments