અઠવાડિયામાં 3 વખત પીઓ નારિયેળ પાણી અને મેળવો અનેક સમસ્યાઓથી છુટકારો !

અઠવાડિયામાં 3 વખત પીઓ નારિયેળ પાણી અને મેળવો અનેક સમસ્યાઓથી છુટકારો !

નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. નારિયેળ પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નારિયેળ પાણી જરૂર પીવું જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો પથરીની સમસ્યામાંથી મળશે રાહત પથરીની સમસ્યા થવા પર ડોક્ટર દ્વારા નારિયેળ […]

Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:34 PM

નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. નારિયેળ પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત નારિયેળ પાણી જરૂર પીવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પથરીની સમસ્યામાંથી મળશે રાહત
પથરીની સમસ્યા થવા પર ડોક્ટર દ્વારા નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે નારિયેળ પાણીમાં રહેલ ક્રિસ્ટલ પથરીને ગાળવાનું કાર્ય કરે છે. આવું થવા પર પેશાબના રસ્તેથી પથરી નીકળી જાય છે. એટલા માટે જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેઓએ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.

પાણીની જરૂરિયાત ને પૂરી કરે છે
ગરમીની સિઝનમાં અવારનવાર શરીરમાં પાણી ઓછું થઈ જાય છે અને પાણી ઓછું થવાને લીધે ઘણી વખત ચક્કર આવવા લાગે છે. ઉનાળામાં જરૂરી છે કે તમે શરીરને હાઈડ્રેટ રાખો. નારિયેળ પાણી પીવાથી શરીરને હાઈડ્રેટ રાખી શકાય છે. નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થાય છે અને ઉનાળાના સમયમાં પણ તમે ફ્રેશ રહી શકો છો.

વજન ઓછું થાય છે
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેઓએ નારિયેળ પાણી જરૂર પીવું જોઈએ. કારણ કે નારિયેળ પાણીમાં ઓછી કેલરી હોય છે. નારીયેળ પાણી પીવાથી શરીરને જરૂરી તત્વ જેવાકે વિટામિન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.

ચહેરા પર ચમક લાવે છે
જે લોકો દરરોજ એક નારિયેળ પીવે છે તેમના ચહેરા પર ચમક આવી જાય છે. સાથોસાથ તેને પીવાથી ખીલ અને ડાઘ ની સમસ્યામાંથી પણ રાહત મળે છે. એવું કહેવામાં આવે છે કે નારિયેળ પાણી અને દરરોજ પીવાથી જ ચહેરો યુવાન બની રહે છે.

પેટને રાખે છે સ્વસ્થ
નારિયેળ પાણી પીવાથી પેટને લગતી બધી જ પરેશાનીઓથી રાહત મેળવી શકાય છે. તેને પીવાથી કબજિયાત અને ગેસ જેવી પેટની તકલીફો મિનિટોમાં દૂર થઈ જાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ નારિયેળ પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ખોરાક આસાનીથી પછી જાય છે. વળી પેટમાં કોઈપણ પ્રકારનો ઇન્ફેક્શન થવા પર નારિયેળ પાણી પીવામાં આવે તો ઇન્ફેક્શન માંથી ખૂબ જ જલ્દી રાહત મળે છે.

બી કૉમ્પ્લેક્સથી ભરપૂર
નારિયેળ પાણીમાં બી કૉમ્પ્લેક્સ વિટામિનનાં રાબોફ્લેવિન, નિયાસિન, થિયામિન, પૅરિડૉક્સીન અને ફોલેટ્સ જેવા તત્વો મોજૂદ છે. માનવ શરીરને આ વિટામિન્સની જરૂર હોય છે અને તેમને પૂરા કરવા માટે તેને અન્ય પદાર્થો પર નિર્ભર રહેવું પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati